Skip to main content
Settings Settings for Dark

પેરાલિમ્પિકમાં પેરા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે ભારતને અપાવી જીત | મિડ ડે ન્યૂઝ | 26-08-2021

Live TV

X
Gujarati

1 અફઘાનિસ્તાનમાં અજંપાભરી સ્થિતિ વચ્ચે  વિદેશી નાગરિકોને બહાર કાઢવાની કામગીરીમાં આવી તેજી. અમેરિકા સહિત વિશ્વના અન્ય દેશો પણ પોત-પોતાના નાગરિકોને અફઘાનિસ્તાન માંથી બહાર કાઢવાની કામગીરીમાં લાગ્યા..તો અફઘાન નાગરિકોના દેશ છોડવા પર તાલિબાનોએ મુક્યો પ્રતિબંધ.

2 ઓપરેશન દેવી શક્તિ અંતર્ગત ભારતીય વાયુ સેનાનું વધુ એક વિમાન 24 ભારતીય અને 11 નેપાળના નાગરિકોને લઈને અફઘાનિસ્તાનથી આવ્યું દિલ્હી.તો અત્યાર સુધીમાં અફઘાનિસ્તાન માંથી ભારત પહોંચેલા અફઘાનીઓને ભારતમાં શરણ માટે લેવા પડશે ઈ-વિઝા.તો વિદેશમંત્રી ડો.એસ.જયશંકરે દેશના તમામ પક્ષના આગેવાનોને અફઘાનિસ્તાનની હાલની પરિસ્થિતિ વિશે કરાવ્યાં અવગત.

3 અફઘાનિસ્તાનમાંથી ગુરૂગ્રંથ સાહિબના ત્રણ સ્વરૂપ સ્વદેશ પરત લાવ્યાં બાદ દેશભરના ગુરૂદ્વારાઓમાં વિશેષ શુકરાના અરદાસ શરૂ.જાલંઘર, જમ્મુ,શિમલા અને ભોપાલના ગુરૂદ્વારાઓમાં કરવામાં આવી વિશેષ અરદાસ.

4 ઉત્તમ આરોગ્ય સુવિધા અને તમામ સરકારી લાભ શ્રમિકોને પહોંચાડવા માટે કેન્દ્ર સરકારની વધુ એક ડીજીટલ પહેલ.સરકાર આજે અસંગઠીત શ્રમિકો પર  રાષ્ટ્રીય ડેટાબેઝ ઈ-શ્રમ પોર્ટલનું કરશે લોન્ચિંગ. પોર્ટલ પર દેશના અસંગઠીત શ્રમિકોનો  ડેટા રહેશે ઉપલબ્ધ.

5 કેરળમાં વધતા કોરોનાના ચિંતાજનક કેસ વચ્ચે દેશમાં 54 દિવસ બાદ નોંધાયા 45 હજારથી વધુ નવા કેસ. એકલા કેરળમાં જ 31 હજારથી વધુ નવા કેસ નોંધાતા સરકારની ચિંતામાં થયો વઘારો. છેલ્લાં 24 કલાકમાં  46 હજાર 164 નવા કેસ સામે 34 હજાર 159 લોકો થયાં સ્વસ્થ. તો દેશમાં કોરોના રસીકરણનો આંકડો 60  કરોડ 38 લાખને પાર.

6 રાજ્યમાં બુધવારે કોરોનાના નવા 17 કેસ  સામે 17 દર્દીઓ થયા સાજા. સતત 10 દિવસ બાદ કોરોનાથી એક દર્દીનું મૃત્યું. તો 3 લાખ 46 હજારથી વધુ વ્યક્તિઓનું કરાયું રસીકરણ. તો 5 સપ્ટેમ્બર શિક્ષક દિન પહેલા દેશમાં તમામ શિક્ષકોનું રસીકરણ કરાવવાની કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કરી અપીલ

7 દક્ષિણ ગુજરાતને બાદ કરતા મેઘરાજાએ વધારી રાજ્યના ખેડૂતોની ચિંતા. ગત ત્રીસ વર્ષની સરખામણીએ આ વર્ષે અત્યાર સુધીમાં નોંધાયો માત્ર 40 ટકા વરસાદ. વેધર વોચ ગ્રૂપની મળેલી બેઠકમાં હવામાન વિભાગે આગામી સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડવાની કરી આગાહી.

8 ટોકિયો પેરા ઓલિમ્પિકમાં ભારતની પહેલી જીત સાથે ખુલ્યું ખાતું.  ટેબલ ટેનિસ ખેલાડી અને ગુજરાતની દિકરી ભાવિના પટેલે ગ્રુપ 4માં ગ્રેટ બ્રિટનની ખેલાડી મેગનને 3-1થી હરાવી. તો ટેબલ ટેનિસ ખેલાડી સોનલ પટેલ આજે પેરા ટેબલ ટેનિસના ક્લાસ-3 ગ્રુપ ડીમાં લેશે ભાગ.

9 ભારતીય શેરબજારના કારોબારી સપ્તાહના ચોથા દિવસે પણ શેરબજારમાં ઉછાળો. શેરબજારના પ્રારંભે  સેન્સેક્સ 56 હજારની સપાટીએ ખુલ્યો, તો નિફ્ટીએ 16 હજાર 670ની સપાટી વટાવી. તો બીજી તરફ શેરબજારમાં તેજીના પગલે આઈટી સ્પેસ અને મેટલ જેવા શેર્સમાં પણ જોવા મળી શાનદાર તેજી. 

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
apply