Skip to main content
Settings Settings for Dark

ભગવાન જગન્નાથનો જયેષ્ઠાભિષેકઃ નીતિન પટેલ, ગૃહ રાજ્ય મંત્રી રહ્યા હાજર| Samachar @ 11 AM | 24-06-2021

Live TV

X
Gujarati

1...  જય જગન્નાથના જયઘોષ સાથે ,, ભગવાન જગન્નાથનો કરાયો જયેષ્ઠાભિષેક... નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ , અને ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપ  સિંહ જાડેજા રહ્યા હાજર.. મર્યાદિત લોકોની ઉપસ્થિતિમાં યોજાઈ,  144મી જળયાત્રા...  બપોર બાદ મોસાળ જશે ભગવાન જગન્નાથ.. આ તરફ દ્વારકામાં પણ  , પૂનમ નિમિત્તે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર...

2...  ગુજરાતમાં સતત ઓસરી રહ્યું  છે , કોરોનાનું સંક્રમણ...  બુધવારે રાજ્યમાં નોંધાયા 138 કોરોનાના નવા કેસ..... અમદાવાદમાં નવા 31 કેસ...સુરતમાં 31 , વડોદરામાં 16  , અને રાજકોટમાં 8 કેસ.... ત્રણ દર્દીઓના  મૃત્યુ....  487 દર્દીઓ થયા સ્વસ્થ થતા ,, સાજા થવાનો દર  98.20 ટકા.... બુધવારે રાજ્યભરમાં 4 લાખ, 48 હજાર 153 લોકોનું કરાયુ રસીકરણ...

3...  સામાન્ય રાહત બાદ , દેશમાં આજે કોરોનાના કેસમાં ઉછાળો...  ગત 24 કલાક દરમિયાન નોંધાયા 54 હજાર,  69 નવા કેસ...  જ્યારે 68 હજારથી વધુ દર્દીઓ થયા સ્વસ્થ.... કેરળમાં સૌથી વધુ 12 હજાર 778 નવા કેસ...  તો મહારાષ્ટ્રમાં  10 હજાર 066 નવા કેસ...  ગઈકાલની સરખામણીએ આજે મૃત્યુઆંક ઘટ્યો... ગત 24 કલાકમાં,  1 હજાર 358 દર્દીઓનાં થયાં મૃત્યું...

4...  કોરોના સામેની જંગમાં રસીકરણ અભિયાન યુદ્ધના ધોરણે ચાલુ... અત્યાર સુધીમાં દેશભરમાં 30 કરોડ 16 લાખથી વધુ લોકોનું કરાયું રસીકરણ...  82 દિવસ બાદ ભારતમાં , એક્ટિવ કેસનો આંકડો થયો 6  લાખ 43 હજાર...  સાજા થવાનો દર પહોંચ્યો 96 ટકાને પાર...  તો , મહારાષ્ટ્ર, કેરળ અને મધ્યપ્રદેશ બાદ , કર્ણાટકમાં પણ નોંધાયા , કોરોનાના નવા વેરિયન્ટ ડેલ્ટા પ્લસના ,  કેટલાક કેસ...

5...  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જમ્મુ-કશ્મીરના રાજકીય પક્ષોના નેતાઓ સાથે કરશે ખાસ બેઠક...  બેઠકમાં નેશનલ કોન્ફ્રેન્સ,  PDP સહિત ,, અનેક રાજકીય પાર્ટીઓના નેતાઓ થશે સામેલ...  જમ્મુ-કશ્મીરમાં વિકાસની ગતિવિધીઓને ઝડપી બનાવવા અંગે ,, બેઠકમાં કરાશે ચર્ચા...ગૃહમંત્રી અમિત શાહ પણ થશે સામેલ...

6...  પ્રધાનમંત્રી આજે ટોયકાથોન-2021ના સહભાગીઓને પણ કરશે સંબોધન... સંવાદનો ઉદે્શ , 100 અરબ ડોલરના વૈશ્વિક રમકડા બજારમાં , ભારતની ભાગીદારીને વધારવા અને પ્રોત્સાહન આપવાનો....  ટોયકાથોનમાં ભાગ લઈ રહી છે,  2,471 ટીમ..

7...  રાજ્યના 52 તાલુકામાં નોંધપાત્ર વરસાદ....  10 તાલુકામાં સરેરાશ 1 ઈંચથી વધુ વરસાદ...  સૌથી વધુ સુરતના કામરેજમાં સાડા ચાર ઈંચ વરસાદ......  હવામાન વિભાગના મતે આગામી એક સપ્તાહ સુધી ,, રાજ્યમાં વરસાદની સંભાવના નહીંવત..

8 .. ગોધરાની રામપુરા ફાર્મસી કોલેજના વિધાર્થીઓએ તૈયાર કર્યું  ,, મોડીફાઈડ ઓર્ગન બાથ મશીન...  ડ્રગ પરીક્ષણમાં સચોટ અને સફળતા પૂર્વક મેળવી શકાશે પરિણામ... તો આ તરફ વિદ્યાનગર નેચર કલબ દ્વારા ,  દેશભરના મગર   પ્રેમીઓ માટે વિકસાવાઈ  ,, ક્રોક વોચ એપ..  મગરના સંરક્ષણ ,, અને મગરની સ્થિતિ અંગે સરળતાથી મળશે જાણકારી...

9...  કારોબારી સપ્તાહના ચોથા દિવસે ,, લીલા નિશાન સાથે ખુલ્યું શેરબજાર...  સેન્સેક્સમાં 152 પોઈન્ટ , તથા નિફ્ટીમાં જોવા મળ્યો 38 પોઈન્ટનો ઉછાળો...   L & T, ઈન્ફોસિસ, ટૅક મહિન્દ્રા,, અને  ટાટા સ્ટીટ સહિતના અનેક શેર્સમાં  , તેજીનો માહોલ..

10...  ક્રિકેટના ઇતિહાસમાં ન્યૂઝીલેન્ડ નું  નામ લખાયું ...  ભારતને 8 વિકેટથી પરાજય આપીને બન્યું  ,, સૌ  પ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન...  કેન વિલિયમસન , અને રોસ ટેલરે  મહત્વની ભૂમિકા ભજવતા  ,, હાંસલ  કર્યો 139 રનનો ટાર્ગેટ...  કેપ્ટન વિરાટ કોહલી ફરી એકવખત ,, આઈસીસી ખિતાબ જીતવામાં રહ્યા નિષ્ફળ...
 

Video: 
News Bulletin Type: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
apply