Submitted by developer on
1. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનમાં આતંકવાદ પર કસવામાં આવી લગામ - તો હથિયાર ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભર બની રહ્યો છે દેશ - કેવડિયા ખાતે પ્રદેશ ભાજપની કારોબારી બેઠકના બીજા દિવસે સંરક્ષણમંત્રી રહ્યા ઉપસ્થિત... સ્ટેચ્યૂ ઓફ યુનિટીની લીધી મુલાકાત..સરદાર પટેલની પ્રતિમાને અર્પણ કરી પુષ્પાંજલી..
2 .રાજ્યમાં આજથી ધોરણ 6થી 8ના વર્ગો શરૂ...રાજ્ય અને કેંદ્ર સરકારે જાહેર કરેલી કોરોના ગાઇડલાઇનના પાલન સાથે શાળાઓ શરુ - 50 ટકા ક્ષમતા સાથે શરૂ કરાઇ શાળાઓ.. તો શાળા ખુલતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
3 રાજ્યમાં બુધવારે કોરોનાના નોંધાયા 13 નવા કેસ.... જ્યારે 7 લાખ 48 હજારથી વધુ લોકોને અપાઇ વેક્સીન... તો કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં 100 ટકા લોકો લઈ ચૂક્યા છે રસીનો પ્રથમ ડોઝ - જ્યારે 83 ટકા લોકોએ લીધો રસીનો બીજો ડોઝ
4. દેશમાં કોરોના રસીકરણ અંતર્ગત અત્યાર સુધી 66 કરોડથી વધુ લોકોને અપાઇ વેક્સીન..ગઇકાલે 81 લાખથી વધુ લોકોનું કરાયું વેક્સીનેશન..છેલ્લા 24 કલાકમાં દેશમાં
કોરોનાના નોંધાયા 47 હજાર કેસ...વિક્રમજનક વેક્સીનેશન છતાં કેરલમાં નોંધાઇ રહ્યાં છે દરરોજ નવા 30 હજારથી વધુ કેસ...જોકે, રસીકરણના કારણે મૃત્યુદર ઘણો ઓછો...
5 . વિદેશ મંત્રી ડૉ. એસ.જયશંકર આજથી સ્લોવેનિયા, ક્રોએશિયા અને ડેનમાર્કની ચાર દિવસની યાત્રાએ......ત્રણ મધ્ય યુરોપીય દેશો સાથેના દ્વિપક્ષીય સંબંધોની પ્રગતિની સમીક્ષા કરવાનો મળશે અવસર - સાથે યુરોપીયન સંઘ સાથેના બહુપરિમાણીય સંબંધોને મળશે મજબૂતી
6. આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી- રાજ્યના ૮૯ તાલુકામાં મેઘમહેર- રાજ્યનો મોસમનો કુલ સરેરાશ ૪૬.૮૫ ટકા વરસાદ નોંધાયો- માંગરોળમાં 7 ઇંચ, અંજાર, કલ્યાણપુર, માળિયા, તાલાલા અમે ખંભાળિયામાં 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો...
7. સપ્તાહના ચોથા દિવસે શેરબજારમાં જોવા મળ્યો ઉછાળો- BSE નો સેન્સેક્સ ૫૧૪ અંકના ઉછાળા સાથે ૫૭ હજાર ૮૫૩ પર જયારે NSE નો નિફ્ટી ૧૫૮ અંકના ઉછાળા સાથે 17 હજાર ૨૩૪ પર રહ્યો બંધ- ઓટો અને ઓઈલ એન્ડ ગેસ સિવાય તમામ સેક્ટર્સ જોવા મળ્યા ગ્રીન ઝોનમાં...
8. ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતનું શ્રેષ્ઠ પ્રદર્શન યથાવત્....બેડમિન્ટન ખેલાડી સુહાસ સલવાઇએ મેન્સ સિંગલ્સમાં જર્મનીના ખેલાડીને આપી માત. તો, મહિલા એથ્લીટ પ્રાચી યાદવ સેમિફાઇનલ માટે થઇ ક્વોલિફાઇ....
9. ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સિરિઝનો આજે ચોથો મુકાબલો - ઇંગ્લેન્ડે ટોસ જીતી પસંદ કરી બોલિંગ - 1-1ની બરાબરી પર ચાલી રહી છે બંને ટીમ