Skip to main content
Settings Settings for Dark

વલસાડના ધરમપુર અને જૂનાગઢના ભેસાણમાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ | Samachar @ 4 AM | 01-07-2023

Live TV

X
Gujarati

01... રાજ્યમાં આજે સવારે ,  6 થી 2 વાગ્યા સુધીમાં,  144 તાલુકામાં વરસાદ... સૌથી વધુ વલસાડના ઘરમપુરમાં 7 ઈંચ, તો નવસારીના ખેરગામ, જૂનાગઢના  વિસાવદર તેમજ ભેસાણમાં /  6 ઈંચથી વધુ વરસાદ...  તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અમદાવાદમાં / હજુ પણ  ભારે વરસાદની આગાહી.. . .  સીઝનનો અત્યાર સુધીનો સરેરાશ 23 ટકા નોંધાયો વરસાદ.

02... મેઘરાજાએ ગુજરાતને કર્યુ તરબોળ.. કચ્છની જીવાદોરી સમાન ટપ્પર ડેમ ઓવર ફ્લો...  ગીર સોમનાથનો શિંગોડા, ,,ઉબેણ અને ,,મચ્છુદ્રી ડેમ પણ / ઓવરફ્લો.. તો તાપીનો કાકરા-પાર ડેમ પણ છલકાયો.. જ્યારે ડાંગના સાપુતારાનો ગીરા ધોધ /  અને ગીર સોમનાથનો જમ-જીરનો ધોધ વહેતો થતાં  / સર્જાયા મનમોહક દ્રશ્યો... 

03.. રાજ્યમાં ભારે વરસાદના પગલે માર્ગ પરિવહન અને રેલવે વ્યવહારને અસર... અમરેલીના ,,લીલીયા દામનગર વચ્ચેના રેલવે ટ્રેક ઉપર પાણી ફરી વળતાં  / બાંદ્રા થી મહુવા જતી ટ્રેનને બોટાદ અટકાવાઈ.... તો સુરક્ષાના ભાગ રૂપે રાજકોટ, અમરેલી , વલસાડ, નવસારી,જામનગર , જુનાગઢ તેમજ કચ્છમાં  NDRF ની 1-1 ટીમ ,રખાઈ સ્ટેન્ડબાય.

04... ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક અભિરૂચી કસોટી એટકે ટાટની પરીક્ષા માટે બહાર પડાયું જાહેરનામું... 5 જૂલાઈ થી 15 જૂલાઈ સુધી વિદ્યાર્થીઓ ભરી શકશે ઓનલાઈન ફોર્મ... 6 ઓગસ્ટે પ્રાથમિક પરીક્ષા, જ્યારે 17 સપ્ટેમ્બરે યોજાશે મુખ્ય પરીક્ષા... વધુ માહિતી માટે વિદ્યાર્થીઓને પરીક્ષા બોર્ડની વેબસાઈટની મુલાકાત લેવા અનુરોધ 

05.. પશુપાલકોના હિતમાં રાજ્ય સરકારે કર્યા મહત્વપૂર્ણ નિર્ણય.. રાજ્યમાં  નવા 68  પશુ દવાખાના-પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રોનું થશે નિર્માણ, તો  પાંચનું કરાશે નવીનીકરણ.. 7 પશુ રોગ નિદાન લેબોરેટરી અને 10,, વેટરીનરી પોલિ-ક્લીનીકને , 1 કરોડના ખર્ચે વિશિષ્ટ અને આધુનિક ઉપકરણો-સાધનોથી કરાશે સુસજ્જ..

06.. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ભારતીય સહકારી કોંગ્રેસના ઉદ્ઘાટન સમારોહ પ્રસંગે પ્રથમ ઇ-કોમર્સ પોર્ટલ "NCUI હાટ" કર્યું  લોન્ચ..  કહ્યું, પ્રથમ વાર સહકારનું અલગ મંત્રાલય અને અલગ બજેટની કરાઇ જોગવાઈ..   સહકારી સમિતિઓ ટેકનોલોજી પર ભાર આપવા પણ કર્યો અનુરોધ 

07...  રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા ઉન્મૂલન મિશનનો પ્રારંભ કરાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યાં મધ્યપ્રદેશના શહડોલ...  પ્રધાનમંત્રી ,શહડોલ જિલ્લાના પકરિયા ગામના લોકો સાથે પણ કરશે સંવાદ .. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ બનાસકાંઠા જિલ્લાના મોટા સડા હેલ્થ સેન્ટરથી આ કાર્યક્રમમાં થઈ રહ્યાં છે સહભાગી..

08... દેશના અત્યાર સુધીના સૌથી મોટા અપ્રત્યક્ષ કર સુધારો GST ને લાગુ થયાના 6 વર્ષ પૂર્ણ.. 1 જુલાઇ 2017મા GST લાગુ થયા બાદ સરકારની આવક વધી.. જૂન 2023માં     GSTનું કલેક્શન 1.61 લાખ કરોડ રૂપિયાથી વધુ રહ્યું..

09.... બમ બમ ભોલેના નાદ સાથે આજથી જમ્મુ કશ્મીરના બાલતાલ અને પહલગામથી શરૂ પવિત્ર અમરનાથ યાત્રા .. 62 દિવસ સુધી ચાલનારી આ પવિત્ર યાત્રા માટે ગોઠવાઈ છે કડક સુરક્ષા-વ્યવસ્થા..તો બાબા બર્ફાનીના દર્શન માટે ભક્તોમાં જોવા મળી રહ્યો છે અનેરો ઉત્સાહ..

Video: 
News Bulletin Type: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
apply