Skip to main content
Settings Settings for Dark

સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદની ધમાકેદાર રી-એન્ટ્રી | News@11 A.M | 01-09-2021

Live TV

X
Gujarati

1 દેશમાં ચાલી રહેલાં રસીકરણના મહાઅભિયાન હેઠળ ફરીથી એક જ દિવસમાં 1 કરોડથી વધુ લોકોને આપવામાં આવી કોરોના વેક્સિન.તો કેટલાંક રાજ્યોમાં કોરોનાની માર્ગદર્શિકા સાથે આજથી ખુલી શાળાઓ. સુપ્રીમકોર્ટમાં પણ વર્ચ્યુઅલ સુનાવણી સાથે આજથી પ્રત્યક્ષ સુનાવણીની શરૂઆત. સપ્તાહમાં ત્રણ દિવસ થશે કેસોની વર્ચ્યુઅલ માધ્યમથી સુનાવણી.

2 ગુજરાતે રસીકરણમાં મેળવી વધુ એક સિદ્ધિ. રાજ્યમાં મંગળવારે 8 લાખથી વધુ લોકોને અપાઈ કોરોનાની રસી.માત્ર ઑગસ્ટ માસમાં જ 1 કરોડ 34 લાખથી વધુ લોકોનું કરાયું રસીકરણ.તો કોરોનાના નવા 12 કેસની સામે 12 દર્દીઓ થયા સાજા, એકપણ દર્દીનું મૃત્યું નહી.તો દેશમાં છેલ્લાં 24 કલાકમાં નવા 41 હજાર 965 કેસ, સામે  33 હજાર 964 દર્દી થયાં સાજા..

3 પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદી આજે શ્રીલાભક્તિ વેદાંતા સ્વામી પ્રભુપાદજીની  125મી જન્મજયંતીના અવસરે વિડીયો કોન્ફરન્સિંગના માધ્મયથી 125 રૂપિયાના ખાસ સિક્કાનું કરશે અનાવરણ.. શ્રીલાભક્તિ વેદાંતા સ્વામી પ્રભૂપાદે કરી હતી ઈસ્કોન સંસ્થાની સ્થાપના

4 અફઘાનિસ્તાનના સંકટ વચ્ચે ભારતની પ્રથમ વખત તાલિબાન સાથે સીધી વાત...દોહાના કતરમાં ભારતીય રાજદૂત દિપક મિત્તલે કહ્યું, અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ ભારતમાં આતંક ફેલાવવા ન કરવામાં આવે. તો તાલિબાને ભારત પ્રત્યે દર્શાવ્યું સકારાત્મક વલણ.

5 અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને અફઘાનિસ્તાનમાં તાલિબાનની જીતના દાવા વચ્ચે અમેરિકા તરફથી સ્પષ્ટ કર્યું વલણ...  જો બાઈડને કહ્યું, અફઘાનિસ્તાનમાંથી બહાર નીકળવું એજ અન્ય દેશોના હિત માટેની પહેલી પ્રાથમિકતા.તો  અફઘાનિસ્તાનમાં તાલિબાનના ઉદય સાથે અમેરિકી સૈન્યના 20 વર્ષના અભિયાનનો આવ્યો અંત...

6 ટોક્યો પેરાલ્મિપિકમાં ભારતનું શાનદાર પ્રદર્શન યથાવત..આઠમાં દિવસે આજે ભારતીય પેરાએથ્લેટિક્સ બેડમિન્ટન અને તરણ સ્પર્ધામાં બતાવશે પોતાનું કૌવત... અત્યાર સુધીમાં ભારતીય પેરાખેલાડીઓ કુલ 10 મેડલ કર્યા છે દેશના નામે..

7 લાંબા વિરામ બાદ મંગળવારે રાજ્યના 228 તાલુકામાં સાર્વત્રિક વરસાદ. છેલ્લાં 24 કલાકમાં વલસાડના ઉમરગામમાં સૌથી વધુ 16 ઈંચ જેટલો વરસાદ, તો વાપીમાં 8 ઈંચ, જુનાગઢ માંગરોળમાં પાંચ ઈંચ વરસાદ. હજી પણ આગામી પાંચ દિવસ વરસાદની હવામાન વિભાગે આપી આગાહી.. તો આસામ અને બિહારમાં પૂરની પરિસ્થિતિ.

8 આજથી 3 દિવસ નર્મદાના કેવડિયા સ્થિત ભાજપ કારોબારીની બેઠકનો થશે પ્રારંભ.. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિત ભાજપના હોદ્દેદારો અમદાવાદથી ટ્રેન મારફતે કેવડિયા થયાં રવાના.. પ્રથમ વાર કારોબારીની બેઠક પેપર લેસ યોજાતા તમામ હોદ્દેદારોને અપાયા ટેબ્લેટ.

9 રાજ્યના પશુપાલકો માટે  મહેસાણાની દૂધસાગર ડેરીની લાભદાયી સિદ્ધી.ડેરીએ વિકસાવેલા સિમેનમાં પશુ ગર્ભઘારણ કરે તો તેને ફક્ત વાછરડી કે માદા જ અવતરશે..ગુજરાત મિલ્ક માર્કેટીંગે આ શોધથી પ્રભાવિત થતાં ડેરીને આપ્યો 1.10 લાખ સિમેન ડોઝ નો ઓર્ડર.ડેરી આ સિમેન પ્રતિ ડોઝ 840 રૂપિયાના ભાવ થી કરશે વેચાણ.

10 ભારતીય શેરબજારના કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે પણ શેરબજારમાં જોવા મળી તેજી. સેન્સેક્સે સૌ પ્રથમ વખત 58 હજારની નજીક, તો નિફ્ટીએ 17 હજારની સપાટી વટાવી. એક્ઝિસ બેંક, એશિયન પેઈન્ટ્સ સહિત રિયલ્ટી શેરમાં મજબૂતી.. 

Video: 
News Bulletin Type: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
apply