અમેરિકન ફાઇનાન્શિયલ રિસર્ચ કંપની હિંડનબર્ગ રિસર્ચે ભારતને આપી ચેતવણી
Live TV
-
અમેરિકન ફાઇનાન્શિયલ રિસર્ચ કંપની હિંડનબર્ગ રિસર્ચે ભારતને આપી ચેતવણી
અમેરિકન ફાઇનાન્શિયલ રિસર્ચ કંપની હિંડનબર્ગ રિસર્ચે કહ્યું કે, ભારતમાં ટૂંક સમયમાં કંઈક મોટું થવાનું છે. જોકે, હિંડનબર્ગે કોઈ કંપનીનું નામ આપ્યું નથી. હિંડનબર્ગ રિસર્ચે શનિવારે 'X' પર લખ્યું છે કે ભારતમાં ટૂંક સમયમાં કંઈક મોટું થવાનું છે.
એક વર્ષ પહેલા આ કંપનીએ અદાણી ગ્રુપ પર મની લોન્ડરિંગથી લઈને શેરની હેરાફેરી સુધીના આરોપો લગાવ્યા હતા. 24 જાન્યુઆરી, 2023ના રોજ, હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રુપ સંબંધિત એક અહેવાલ પ્રકાશિત કર્યો. રિપોર્ટ બાદ ગ્રુપ કંપનીઓના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, બાદમાં રિકવરી થઈ હતી.
નોંધનીય છે કે, અદાણી ગ્રૂપની કેટલીક કંપનીઓ સામે હિંડનબર્ગ રિસર્ચના આરોપો અને સંસદથી લઈને શેરીઓ સુધીના હોબાળા બાદ, શેરબજાર નિયમનકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ સુપ્રીમ કોર્ટના આદેશ પર તેની તપાસ કરી હતી. આ સાથે સેબીએ હિંડનબર્ગ રિસર્ચને 46 પાનાની કારણદર્શક નોટિસ પણ મોકલી હતી. પરંતુ અમેરિકન ફાઇનાન્શિયલ રિસર્ચ કંપનીએ 1 જુલાઈ 2024ના રોજ આનો જવાબ આપતાં સેબી પર જ વિવિધ આક્ષેપો કર્યા હતા.
