અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે ભારતીય શેરબજારમાં સીમિત વધ-ઘટ, રિયલ્ટી અને મેટલ સ્ટોક્સ પર દબાણ
Live TV
-
અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી રહી છે. સોમવારે(20 એપ્રિલ, 2026) બજારની શરૂઆત સ્થિર રહી હતી. સવારે 9:17 વાગ્યે સેન્સેક્સ 137.14 પોઈન્ટ (0.17%)ના ઘટાડા સાથે 78,356.40 પર અને નિફ્ટી 61.65 પોઈન્ટ (0.25%)ના ઘટાડા સાથે 24,291.50 પર રહ્યો હતો.
બજારમાં ઘટાડાનું મુખ્ય કારણ મેટલ અને રિયલ્ટી શેરોમાં જોવા મળેલું વેચાણ હતું. આ કારણે નિફ્ટી મેટલ અને નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ સૌથી વધુ ઘટ્યા હતા. આ ઉપરાંત અન્ય ઇન્ડેક્સ પણ લાલ નિશાનમાં જોવા મળ્યા છે. જેમાં નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સ, નિફ્ટી PSE (જાહેર ક્ષેત્રના સાહસો), નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, નિફ્ટી કોમોડિટીઝ અને ઓઈલ એન્ડ ગેસનો સમાવેશ થાય છે. બીજી તરફ, નિફ્ટી પીએસયુ બેંક, નિફ્ટી મીડિયા અને નિફ્ટી કન્ઝમ્પશન ઇન્ડેક્સ લીલા નિશાનમાં (વધારા સાથે) ટ્રેડ થઈ રહ્યા હતા.
મિડકેપ અને સ્મોલકેપમાં તેજી
મોટા ઇન્ડેક્સમાં નરમાશ હોવા છતાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ખરીદી જોવા મળી હતી:
નિફ્ટી મિડકેપ 100: 303.70 પોઈન્ટ (0.51%) વધીને 60,201.90 પર.
નિફ્ટી સ્મોલકેપ 100: 38.40 પોઈન્ટ (0.22%) વધીને 17,604 પર.વધનારા અને ઘટનારા શેરો
નફો કરનારા શેરો (Gainers):
ટ્રેન્ટ, SBI, ICICI બેંક, એશિયન પેઇન્ટ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, અદાણી પોર્ટ્સ, L&T, એક્સિસ બેંક, NTPC, HUL, બજાજ ફિનસર્વ, M&M, ભારતી એરટેલ, ટાટા સ્ટીલ અને ઈન્ડિગો.નુકસાન કરનારા શેરો (Losers):
HDFC બેંક, ઇન્ફોસિસ, કોટક મહિન્દ્રા બેંક, TCS, ટાઇટન અને ઇટરનલ.વૈશ્વિક બજારની સ્થિતિ
એશિયન બજારો: ટોક્યો, હોંગકોંગ, શાંઘાઈ, સિઓલ અને જકાર્તાના બજારો તેજી સાથે ગ્રીન ઝોનમાં હતા. માત્ર બેંગકોકનું બજાર ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યું હતું.
અમેરિકન બજાર: શુક્રવારે અમેરિકી શેરબજારો મજબૂત તેજી સાથે બંધ થયા હતા.રોકાણકારોના આંકડા (FII & DII)
શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ (FII) ₹683.20 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી, જ્યારે ઘરેલું સંસ્થાકીય રોકાણકારોએ (DII) ₹4,721.48 કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી.તણાવનું મુખ્ય કારણ
અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ યથાવત છે. થોડો સમય ખુલ્લી રહ્યા બાદ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (Hormuz Strait) ફરીથી બંધ થવાને કારણે બંને દેશો વચ્ચે સંઘર્ષ વધ્યો છે, જેની અસર વૈશ્વિક બજારો પર પડી રહી છે.
