Skip to main content
Settings Settings for Dark

આજે શેરબજારમાં થશે મુહૂર્ત ટ્રડિંગ, એક કલાક માટે શેરનું ખરીદ-વેચાણ કરી શકશો

Live TV

X
  • છેલ્લા 17 મુહૂર્ત ટ્રેડિંગમાંથી 13 માં તેજી સાથે બંધ થયો છે

    શેરબજારના રોકાણકારો માટે મુહૂર્ત ટ્રેડિંગનું ઘણું મહત્વ હોય છે. રોકાણકારો આ ખાસ ટ્રેડિંગ સેશનમાં તેમનું નસીબ અજમાવી રહ્યા હોય છે. જો તમે પણ શેરબજારમાં રોકાણકાર છો તો તમે મુહૂર્ત ટ્રેડિંગની આતુરતાથી રાહ જોતા હશો. તમને જણાવી દઈએ કે દિવાળીના અવસર પર આજે એક કલાકના ખાસ મુહૂર્ત ટ્રેડિંગનું આયોજન કરવામાં આવશે. સ્ટોક માર્કેટ એક્સચેન્જોએ 1 નવેમ્બરના રોજ સાંજે 6:00 વાગ્યાથી 7:00 વાગ્યા સુધી મુહૂર્ત ટ્રેડિંગ સેશન નક્કી કર્યું છે. 

    છેલ્લા 17 મુહૂર્ત ટ્રેડિંગમાંથી 13 માં તેજી સાથે બંધ થયો છે

    ભારતમાં સ્ટોક બ્રોકર્સ દિવાળીને તેમના નાણાકીય વર્ષની શરૂઆત તરીકે ઉજવે છે. ઘણા રોકાણકારો આ સમયગાળા દરમિયાન શેર ખરીદવાનું વલણ અપનાવે છે. રોકાણકારો માટે તેમના પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવાનો પણ આ સમય છે. ઐતિહાસિક રીતે BSE સેન્સેક્સ છેલ્લા 17 મુહૂર્ત ટ્રેડિંગમાંથી 13 માં તેજી સાથે બંધ થયો છે. BSE સેન્સેક્સ 2008 માં સૌથી વધુ ઉછળ્યો હતો, જે 5.86 ટકા વધીને 9,008 થયો હતો.

    મિડ કેપ શેર્સમાં સમજદારીપૂર્વક રોકાણ કરવાનું સૂચન કરવામાં આવ્યું

    બજારના નિષ્ણાતોએ મુહૂર્તા ટ્રેડિંગ 2024 સંબંધિત લાર્જ કેપ શેર્સ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી છે. તેજ સમયે મિડ કેપ શેર્સમાં સમજદારીપૂર્વક રોકાણ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે, કારણ કે મિડ કે સ્મોલ કેપ શેરનું ઊંચું મૂલ્ય સલામતી માટે ઓછામાં ઓછું માર્જિન પૂરું પાડે છે. નિષ્ણાતોના મતે રોકાણકારો આજે મેટલ, કેપિટલ ગુડ્સ, હેલ્થકેર અને લાર્જ કેપ આઈટી જેવા ક્ષેત્રોને પ્રાથમિકતા આપી શકે છે. મુહૂર્ત ટ્રેડિંગ ટાઈમ સ્લોટમાં ઈક્વિટી, કોમોડિટી ડેરિવેટિવ્ઝ, કરન્સી ડેરિવેટિવ્ઝ, ઈક્વિટી ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ અને સિક્યોરિટીઝ લેન્ડિંગ એન્ડ બોરોઈંગ જેવા બહુવિધ સેગમેન્ટ્સમાં ટ્રેડિંગ જોવા મળશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-12-2024 Max Temp : °C Min Temp : °C
apply