ઈતિહાસમાં પ્રથમ વખત શનિવારે શેરબજાર રહેશે ચાલુ
Live TV
-
NSEએ આ ખાસ સેશન ડિઝાસ્ટર રિકવરી સાઈટ પર ઈન્ટ્રાડે (Intraday) સ્વિચ-ઓવર માટે રાખ્યું છે.
બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જે (NSE) આવતીકાલે શનિવારે શેરબજાર ચાલુ રાખવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. સામાન્ય રીતે શેરબજારમાં શનિવારે અને રવિવારે રજા હોય છે, જોકે કાલે પણ ટ્રેડિંગ કરી શકાશે.
NSE અને BSEએ જણાવ્યું છે કે, 20 જાન્યુઆરીએ શેરબજાર ખુલ્લુ રહેવાનું છે. NSEએ આ ખાસ સેશન ડિઝાસ્ટર રિકવરી સાઈટ પર ઈન્ટ્રાડે (Intraday) સ્વિચ-ઓવર માટે રાખ્યું છે. આ બંને સ્ટોક એક્સચેન્જો પર આવતીકાલે નાના-નાના 2 સેશનમાં ટ્રેડિંગ કરી શકાશે.
NSEના સર્ક્યુલર મુજબ શનિવારે 2 વિશેષ સેશન યોજાશે. સવારે 9:15 કલાકે પ્રથમ લાઈવ સેશન શરૂ કરાશે, જે 15 મિનિટનું હશે અને 10.00 વાગ્યે સમાપ્ત થઈ જશે. તેનું ટ્રેડિંગ પ્રાઈમરી વેબસાઈટ પર કરાશે. 11:30 કલાકે બીજું સેશન શરૂ થશે, જે એક કલાકનું હશે. જ્યારે બપોરે 12:40 કલાકથી 12:50 સુધી પ્રી ક્લોજિંગ રાખવાનો નિર્ણય કરાયો છે.
આ ટ્રેડિંગ સેશન દ્વારા, નવા વર્ષમાં સ્ટોક એક્સચેન્જ ડિઝાસ્ટર રિકવરી સાઇટની ટ્રાયલ કરવામાં આવશે. તેનો હેતુ મુશ્કેલ પરિસ્થિતિઓમાં વિક્ષેપ વિના વેપાર ચાલુ રાખવાનો છે. સર્વર ક્રેશ અથવા અન્ય આત્યંતિક સંજોગોમાં, આપત્તિ પુનઃપ્રાપ્તિ સાઇટ પર ટ્રેડિંગ કરી શકાય છે. તેનાથી માર્કેટમાં સ્થિરતા જળવાઈ રહેશે.
