એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચે નિકાસમાં 4.86 ટકાનો વધારો નોંધાયો
Live TV
-
એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચે દેશમાં નિકાસમાં 4.86 ટકાનો વધારો નોંધાયો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગયા વર્ષના સમાન સમયગાળામાં 375 અબજ ડોલરની નિકાસ થઈ હતી જે આ વર્ષે વધીને 393 અબજ 220 મિલિયન ડોલર થઈ ગઈ છે.
ચાલુ નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં 213 અબજ 220 મિલિયન ડૉલરની મર્ચેન્ડાઇઝની નિકાસ થઈ હતી. જે ગયા વર્ષની સરખામણીમાં 1.02 ટકા વધુ છે. સમાન સમયગાળા દરમિયાન સેવાઓની નિકાસમાં 9.81 ટકાનો વધારો થયો છે.
માત્ર સપ્ટેમ્બર મહિનામાં જ માલસામાન અને સેવાઓ સહિતની કુલ નિકાસ 3.76 ટકાની વૃદ્ધિ સાથે 65 અબજ 19 મિલિયન ડોલરની હતી.
કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ અશ્વિની કુમારે જણાવ્યું હતું કે ભૌગોલિક તણાવ અને આર્થિક પડકારો છતાં વેપારી માલની નિકાસમાં વધારો એ આર્થિક પુનઃપ્રાપ્તિ તરફ એક રચનાત્મક સંકેત છે.