ઔદ્યોગિક વિકાસ દરમાં સાડા સાત ટકાનો વધારો
Live TV
-
IIPમાં એપ્રિલ-2017થી જાન્યુઆરી 2018 સુધીમાં 4.1 ટકાનો વધારો થયો : સરકાર
દેશમાં ઔદ્યોગિક વિકાસે ગતિ પકડી છે. આ વર્ષે જાન્યુઆરીમાં ઔદ્યોગિક વિકાસ દરમાં સાડા સાત ટકાનો વધારો નોંધાયો છે. સરકારી આંકડાઓમાં જણાવાયું છે કે IIPમાં એપ્રિલ-2017થી જાન્યુઆરી 2018 સુધીમાં 4.1 ટકાનો વધારો થયો છે. જાન્યુઆરીમાં પરિવહન ઉપકરણ ઉત્પાદનમાં 33.1 ટકાનો વધારો નોંધાયો છે. આ પછી ફર્નિચરનું ઉત્પાદન 27.8 ટકા નોંધાયું છે. જ્યારે તમાકુના ઉત્પાદન દરમાં ઘટાડો નોંધાયો છે.