કારોબારી સપ્તાહના ચોથા દિવસે સેન્સેક્સ 52 પોઈન્ટના ઘટાડા સાથે 58,299ના સ્તરે બંધ રહ્યો
Live TV
-
કારોબારી સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજાર દબાણ સાથે બંધ થયું હતું.. કારોબારની શરૂઆતમાં મુંબઇ શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 341 અંક વધીને 58 હજાર 691ના સ્તરે ખૂલ્યો હતો. જ્યારે નેશનલ શેરબજારનો સૂચકાંક નિફ્ટી 94 અંક વધીને 17 હજાર 482 અંક પર ખૂલ્યો હતો. જોકે, ત્યારબાદ કારોબારની અંતમાં સેન્સેક્સ 52 અંકના ઘટાડા સાથે 58 હજાર 299ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટીમાં 6 અંકની ઘટ નોંધાતા નિફ્ટી 17 હજાર 382 અંક પર બંધ થયો હતો..મેટલ, આઇટી અને ફાર્મા સેક્ટર્સના શેર્સ એક થી બે ટકા જેટલા ઊંચકાયા હતા. જ્યારે રિયાલીટી શેર્સમાં 1 ટકા જેટલું દબાણ જોવા મળ્યું હતું. બીજી તરફ ક્રૂડ ઓઇલની કિંમત પણ પ્રતિ બેરલ દીઠ 100 ડોલરની નીચે જોવા મળી હતી. IMF દ્વારા વૈશ્વિક વિકાસ દરમાં સુસ્તીનું અનુમાન અને મંદીની આશંકા દર્શાવાતા છેલ્લા બે મહિનાથી ક્રૂડઓઇલમાં નોંધાઇ રહેલી તેજીમાં હવે ઘટાડો વર્તાઇ રહ્યો છે..
