કોવિડ-19 ક્લેઈમ થકી ભવિષ્ય નિધિ સંગઠન લોકોને કરી રહ્યું છે આર્થિક સહાય
Live TV
-
મહામારીમાંથી મુસીબત બનેલ કોરોનાના કહેર વચ્ચે સગવડ આપવાની સરકારી પ્રતિબદ્ધતા અસરકારક સાબિત થઈ રહી છે. આ જ સંદર્ભે કેન્દ્રીય ભવિષ્ય નિધિ કાર્યાલયોની સક્રિયતા સતત જોવા મળી રહી છે, જેથી જરૂરિયાતમંદો સુધી આર્થિક સહાય પહોંચાડી શકાય.
દેશભરમાં કેન્દ્રીય ભવિષ્ય નિધિ સંગઠનના કુલ 135 કાર્યાલય છે, અને આ તમામ કાર્યાલયો હાલની પરિસ્થિતિમાં કોરોના વૉરિયર્સ તરીકે કામ કરી રહ્યા છે. લૉકડાઉન હોવા છતાં આ કાર્યાલયો યુદ્ધના ધોરણે સક્રિય થઈ કામ કરી રહ્યા છે. જો કે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા માટે કર્મચારીઓની સંખ્યામાં 70 ટકા જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે.
દિલ્હીના દ્વારકામાં સ્થિત પશ્ચિમ ક્ષેત્રના ભવિષ્ય નિધિ સંગઠનના આયુક્ત ઉત્તમ પ્રકાશ જણાવે છે કે, ભવિષ્ય નિધિ સંગઠન દેશના વર્તમાનને સુરક્ષિત રાખવામાં પોતાનું યોગદાન આપી રહ્યું છે. ભવિષ્ય નિધિ સંગઠનના કૉવિડ ક્લેઈમ પ્લાન અને સરકારી નિધિના પીએફનું અંશદાન સામાન્ય જનતા માટે આશિર્વાદ રૂપ બન્યા છે.
ઉત્તમ પ્રકાશ જણાવે છે કે, કોવિડ-19 ક્લેઈમ અંતર્ગત યોજના શરૂ થયાના અત્યાર સુધીમાં 38.65 કરોડ રૂપિયા લાભાર્થીઓના ખાતામાં સીધા જમા કરવામાં આવ્યા છે. લાભાર્થીઓની સંખ્યા 21 હજાર છે. દિલ્હી પશ્ચિમના કાર્યાલયમાં રોજના 1000 કોવિડ-19 ક્લેઈમ પર કામ થાય છે.
