Skip to main content
Settings Settings for Dark

ચાંદીમાં ઐતિહાસિક ઉછાળો; પ્રથમવાર રૂ4 લાખને પાર, સોનામાં પણ રૂ15,943નો તોતિંગ ઉછાળો

Live TV

X
  • વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓની માગમાં થયેલા પ્રચંડ વધારાને કારણે ભારતીય કોમોડિટી માર્કેટમાં આજે ઐતિહાસિક રેકોર્ડ સર્જાયો છે. 29 જાન્યુઆરી 2026ના રોજ ચાંદીએ ઇતિહાસ રચતા પ્રથમવાર ₹4,00,000ની ઐતિહાસિક સપાટી વટાવી દીધી છે. 

    MCX પર ચાંદીનો વાયદો ₹3,99,000 ના ભાવે ખૂલ્યો હતો અને જોતજોતામાં ₹4,07,456 ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. અગાઉના ₹3,85,366 ના બંધ ભાવની સરખામણીએ ચાંદીમાં આજે કુલ ₹16634 (+4.32%)નો જંગી ઉછાળો નોંધાયો છે.

    બીજી તરફ, સોનાના ભાવમાં પણ રોકાણકારોને સ્તબ્ધ કરી દે તેવી તેજી જોવા મળી છે. MCX પર સોનું પ્રતિ 10 ગ્રામ ₹1,82,467 ના ભાવે ખૂલ્યું હતું. કારોબાર દરમિયાન સોનું ₹1,93,096 ના ઓલ-ટાઈમ હાઈ લેવલ પર પહોંચ્યું હતું, જે અગાઉના ₹1,77,153 ના બંધ ભાવ સામે કુલ ₹15,943 (+8.95%) નો વધારો દર્શાવે છે. હાલમાં સોનું ₹1,93,000 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે.

    બજારના નિષ્ણાતોના મતે, આ તેજી પાછળ અનેક વૈશ્વિક અને સ્થાનિક પરિબળો જવાબદાર છે. વિશ્વમાં યુદ્ધના ભણકારા અને ડૉલરની વધતી જતી વેલ્યૂને કારણે પણ સોના ચાંદી તરફ લોકો આકર્ષાઈ રહ્યા છે. લોકો ખાસ કરીને સેફ એસેટ્સ તરીકે સોના-ચાંદીને જોઈ રહ્યા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
apply