Skip to main content
Settings Settings for Dark

ચાર દિવસની તેજી બાદ શેરબજારમાં નફા-બુકિંગ; સેન્સેક્સ 104 પોઈન્ટ ઘટ્યો

Live TV

X
  • સતત ચાર સત્રોની તેજી બાદ મંગળવારે ભારતીય શેરબજારમાં નફા-બુકિંગ જોવા મળ્યું. દિવસના અંતે સેન્સેક્સ 104.35 પોઈન્ટ અથવા 0.13%ના ઘટાડા સાથે 78,180.72 પર અને નિફ્ટી 31.65 પોઈન્ટ અથવા 0.13%ના વધારા સાથે 24,398.70 પર બંધ રહ્યો હતો.

    લાર્જકેપની સાથે મિડકેપ અને સ્મોલકેપમાં પણ વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સ 186.20 પોઈન્ટ (0.30%)ના ઘટાડા સાથે 62,285.30 અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 105.70 પોઈન્ટ (0.55%)ના ઘટાડા સાથે 19,213.40 પર બંધ થયો હતો. 

    સેન્સેક્સ પેકમાં એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, ટાઈટન, ઈટર્નલ, ટીસીએસ, બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, મારુતિ સુઝુકી, હિન્દુસ્તાન યુનિલીવર, કોટક મહિન્દ્રા બેંક, એક્સિસ બેંક, આઈટીસી અને એસબીઆઈ ગેઈનર્સ હતા. જ્યારે ટ્રેન્ટ, બીઈએલ, એલએન્ડટી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈસીઆઈસીઆઈ બેંક, એશિયન પેઈન્ટ્સ, એનટીપીસી, ટાટા સ્ટીલ, સન ફાર્મા, પાવર ગ્રીડ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એમએન્ડએમ, ઈન્ડિગો, એચડીએફસી બેંક અને ભારતી એરટેલ લુઝર્સ રહ્યા હતા. 

    નિફ્ટી આઈટી, નિફ્ટી એફએમસીજી, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, નિફ્ટી ફાઈનાન્શિયલ સર્વિસીસ અને નિફ્ટી મિડ સ્મોલ આઈટી એન્ડ ટેલિકોમ લીલા નિશાનમાં (વધારા સાથે) બંધ થયા હતા. જ્યારે નિફ્ટી ઓટો, નિફ્ટી મીડિયા, નિફ્ટી મેટલ, નિફ્ટી ફાર્મા, નિફ્ટી પીએસયુ બેંક, નિફ્ટી રિયલ્ટી અને નિફ્ટી ઓઈલ એન્ડ ગેસ લાલ નિશાનમાં હતા. 

    આઈટી શેરોએ બજારને ટેકો આપવાનું ચાલુ રાખ્યું અને જૂન ક્વાર્ટરના પરિણામોની સીઝન પહેલા પોતાની તેજી જાળવી રાખી હતી. અમેરિકા-ઈરાન વિવાદ અને ટ્રેડ ટેરિફ અંગેની ચિંતાઓ ઓછી થતા, બજારનું ધ્યાન હવે નાણાકીય વર્ષ 27ના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો અને ચોમાસાની પ્રગતિ પર કેન્દ્રિત થઈ રહ્યું છે. આ દરમિયાન, વિદેશી રોકાણમાં સુધારો અને રૂપિયામાં સ્થિરતાથી નજીકના ભવિષ્યમાં બજારના સેન્ટિમેન્ટને ટેકો મળવાની આશા છે. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply