તહેવારના સમયમા તેજસના ભાડામા કરાયો ઘટાડો
Live TV
-
આઇઆરસીટીસી ભેટ, તહેવારોની સીઝનમાં તેજસનુ ભાડું ઘટાડ્યું
આઈઆરસીટીસીએ મુસાફરોને દિવાળીની ભેટ આપી છે. દેશની પહેલી ખાનગી ટ્રેનના મુસાફરોને રાહત આપતા તેજસ એક્સપ્રેસના ભાડા પર 35% ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તેજસ એકસપ્રેસ દેશની પહેલી ખાનગી ટ્રેન છે અને તે નવી દિલ્હીથી લખનૌની વચ્ચે દોડી રહી છે આઇઆરસીટીસી દિવાળી બોનાન્ઝા ઓફર હેઠળ, તેમને 27 થી 31 ઓક્ટોબર સુધીના ભાડા પર ડિસ્કાઉન્ટનો લાભ મળશે. આઈઆરસીટીસી વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, ટ્રેન નંબર 8250, નવી દિલ્હી-લખનઉ તેજસ ટ્રેનનું ભાડુ 35 ટકા ઘટાડવામાં આવ્યું છે. જેનાથી 250 રૂપિયા સુધીનુ વળતર મળશે.