દુનિયા પર હવે વૈશ્વિક મંદીનો મંડરાયો ખતરો, રેકોર્ડ સ્તરે દેવું
Live TV
-
વૈશ્ચિક દેવુ વધીને 164 ટ્રિલિયન ડોલર એટલે કે 164 લાખ કરોડ ડોલરના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયું છે-IMF
દુનિયાભરમાં જાહેર અને ખાનગી ક્ષેત્રમાં જે રીતે વધી રહેલું દેવું રેકોર્ડ સ્તર પર પહોંચી ગયું છે, તેનાથી વૈશ્વિક મંદીનો ખતરો ઉભો થયો છે. આંતરરાષ્ટ્રિય મુદ્રા કોષ (IMF)ના જણાવ્યા પ્રમાણે વૈશ્ચિક દેવુ વધીને 164 ટ્રિલિયન ડોલર એટલે કે 164 લાખ કરોડ ડોલરના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયું છે. જો આ દેવાને ભારતીય ચલણમાં ફેરવવામાં આવે તો આ દેવાનો આંકડો 10,66,000000 કરોડ રૂપિયા (લગભગ 10,660 લાખ કરોડ રૂપિયા) છે.IMFએ ચેતવણી આપી છે કે, વધતા જતા વૈશ્ચિક દેવાનો આ ટ્રેંડ ખુબ જ ખતરનાક છે કે તેનાથી આર્થિક સ્થિતિ બગડી શકે છે. જો આમ થશે તો તમામ દેશો માટે પોતાનું દેવું ચુકવવું મુશ્કેલ થઈ પ્ડશે અને દુનિયા ભીષણ વૈશ્વિક મંદીના લપેટામાં આવશે. બ્લૂમબર્ગમાં પ્રકાશીત એક અહેવાલ અનુંસાર વધતુ જતું દેવુ વૈશ્વિક મંદીનું કારણ બની શકે છે. IMFએ દુનિયાના દેશોને પોતાની ફિસ્કલ ડેફિસિટને લઈને નિર્ણાયક પગલું લેવાની સલાહ આપી છે. IMFએ અમેરિકાને ભલામણ કરી છે કે તે પોતાની ફિસ્કલ પોલિસી ફરીથી નક્કી કરે. અમેરિકાની ફિસ્કલ ડેફિસિટ પણ જે ઝડપથી વધી રહી છે, તે હિસાબે તે 2020માં 1 ટ્રિલિયન ડોલર એટલે કે 1 લાખ કરોડ ડોલર સુધી પહોંચી જશે.