નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં શેરબજાર મજબૂતી સાથે બંધ
Live TV
-
મિડ કેપ અને સ્મૉલ કેપના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. બીએસઇ મિડ કેપ ઇન્ડેક્સમાં 1.4 ટકા અને ફાર્મા ઇન્ડેક્સ 3.1 ટકાનો ઉછાળો જોવા મળ્યો
વર્ષ 2019ના નાણાકીય વર્ષના પ્રથમ દિવસે શેરબજાર મજબૂતી સાથે બંધ થતાં રોકાણકારોમાં ખુશી જોવા મળી છે. કારોબારના પ્રથમ દિવસે નિફ્ટી 10,220.1 સુધી પહોંચ્યો જ્યારે સેન્સેક્સ 33,289.3 સુધી પહોંચવામાં સફળતા મેળવી છે. કારોબારના અંતે સેન્સેક્સ 286 પોઇન્ટ વધીને 33 હજાર 255 પર બંધ રહ્યો, જ્યારે નિફ્ટી 98 પોઇન્ટસ્ ના વધારા સાથે 10 હજાર 211 પોઈન્ટ નોંધાયો હતો.