Skip to main content
Settings Settings for Dark

નાણાંકીય વર્ષના પ્રથમ કવાર્ટરમાં ઘરોના ભાવમાં વૃદ્ધિ દર ઘટીને 3.6% થયો: RBI

Live TV

X
  • પ્રથમ ક્વાર્ટરમાં RBIનો ઓલ-ઈન્ડિયા હાઉસ પ્રાઈસ ઇન્ડેક્સ (HPI) 117.5 રહ્યો, જે પાછલા ક્વાર્ટર કરતા 1.1 ટકા વધુ

    રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સોમવારે જાહેર કરેલા આંકડા મુજબ, ભારતમાં ઘરોના ભાવમાં વાર્ષિક વૃદ્ધિ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ઘટીને 3.6 ટકા થઈ ગઈ છે, જે અગાઉના ત્રિમાસિક ગાળામાં 4.5 ટકા હતી.

    નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ક્વાર્ટરમાં RBIનો ઓલ-ઈન્ડિયા હાઉસ પ્રાઈસ ઇન્ડેક્સ (HPI) 117.5 રહ્યો, જે પાછલા ક્વાર્ટર કરતા 1.1 ટકા વધુ છે. નાણાકીય વર્ષ 2025-26ના ચોથા ક્વાર્ટરમાં આ ઇન્ડેક્સ 116.2 અને પ્રથમ ક્વાર્ટરમાં 113.4 હતો.

    RBIએ કહ્યું હતું કે, નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં HPI વાર્ષિક 3.6 ટકાના દરે વધ્યો હતો. આ વૃદ્ધિ ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળા જેટલી જ હતી. ચંદીગઢ, જયપુર, કાનપુર, લખનઉ અને તિરુવનંતપુરમ જેવા શહેરોએ આ વૃદ્ધિમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.

    ડેટા અનુસાર, ઘરના ભાવ વૃદ્ધિનો વાર્ષિક દર પાછલા ત્રિમાસિક ગાળાની તુલનામાં ધીમો પડી ગયો હતો, જ્યારે HPIમાં વાર્ષિક 4.5 ટકાનો વધારો નોંધાયો હતો. જોકે, નવીનતમ વૃદ્ધિ દર પાછલા નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં નોંધાયેલા 3.6 ટકા સાથે તુલનાત્મક છે... ત્રિમાસિક ધોરણે, નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ઓલ ઈન્ડિયા HPI 1.1 ટકા વધ્યો.

    કેન્દ્રીય બેંકે કહ્યું હતું કે, પ્રથમ ક્વાર્ટરમાં અખિલ ભારતીય HPI 1.1 ટકા વધીને 117.5 થયો હતો. આ વધારો મુખ્યત્વે ચંદીગઢ, લખનૌ અને તિરુવનંતપુરમ જેવા શહેરોમાં થયેલા વધારાને કારણે થયો હતો. RBI દર ક્વાર્ટરમાં મિલકત નોંધણી સત્તાવાળાઓ પાસેથી પ્રાપ્ત વ્યવહાર-સ્તરના ડેટાના આધારે ઘર કિંમત સૂચકાંક તૈયાર કરે છે. નવીનતમ સૂચકાંક 2022-23 નું આધાર વર્ષ ધરાવે છે અને દેશના 18 મુખ્ય શહેરોને આવરી લે છે.

    આ શહેરોમાં મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ, લખનૌ, અમદાવાદ, જયપુર, કાનપુર, કોચી, હૈદરાબાદ, તિરુવનંતપુરમ, પુણે, ગાઝિયાબાદ, થાણે, ગૌતમ બુદ્ધ નગર, ચંદીગઢ અને નાગપુરનો સમાવેશ થાય છે. આ સૂચકાંક RBI દ્વારા આવરી લેવામાં આવેલા શહેરોમાં નોંધાયેલા રહેણાંક મિલકત વ્યવહારોના આધારે મકાનોના ભાવમાં ફેરફાર દર્શાવે છે.

    તાજેતરના ડેટા દર્શાવે છે કે, આ શહેરોમાં મકાનોના ભાવમાં વધારો ચાલુ રહ્યો, પરંતુ જૂન ક્વાર્ટરમાં ભાવ વૃદ્ધિની વાર્ષિક ગતિ પાછલા ક્વાર્ટર કરતા ધીમી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 31-08-2026 Max Temp : °C Min Temp : °C
apply