Skip to main content
Settings Settings for Dark

ભારતમાં ઇલેક્ટ્રિક કારની માગ વધી, મે મહિનામાં બજારહિસ્સો 4 ટકાને પાર

Live TV

X
  • ભારતમાં ઈલેક્ટ્રિક ગાડીઓનું વેચાણ ઝડપથી વધી રહ્યું છે. મે 2025માં દેશમાં વેચવામાં આવેલી કુલ ગાડીઓમાં ઈલેક્ટ્રિક ગાડીઓની હિસ્સેદારી વધીને 4 ટકાથી વધુ થઈ છે, જ્યારે ગયા વર્ષે મેમાં આ હિસ્સેદારી 2.6 ટકા હતી. આ જાણકારી ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સ અસોસિયેશન દ્વારા બહાર પડાયેલા આંકડામાં સામે આવી છે. એપ્રિલ 2025માં ઈલેક્ટ્રિક ગાડીની હિસ્સેદારી 3.5 ટકા હતી, જે મેમાં 0.5 ટકા વધુ વધી. તેનો અર્થ છે કે ઈલેક્ટ્રિક વાહનો લોકો વચ્ચે ઝડપથી લોકપ્રિય થઈ રહ્યા છે.

    રિટેલ વેચાણના આંકડા અનુસાર, મે 2025માં કુલ 12,304 ઈલેક્ટ્રિક ગાડી વેચાઈ, જ્યારે મે 2024માં આ સંખ્યા 8,029 યુનિટ્સ હતી. જ્યારે એપ્રિલ 2025માં 12,233 ઈલેક્ટ્રિક ગાડી વેચાઈ.  FADAના CEO સહર્ષ દમાનીએ કહ્યું કે ભારતમાં ઈલેક્ટ્રિક મોબિલિટીની દિશામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. તેમણે કહ્યું કે આ વૃદ્ધિ સારી બેટરી ટેક્નોલોજી, લોન્ગ ડ્રાઇવિંગ રેન્જ અને ઈવી મોડલની કિંમતોમાં ઘટાડાને કારણે થઈ રહી છે. ટાટા મોટર્સે મેમાં 4,351 યુનિટ્સ ઈલેક્ટ્રિક ગાડી વેચીને ઈવી સેગમેન્ટમાં લીડરશિપ યથાવત્ રાખી છે. બીજા નંબર પર JSW MG મોટર, જેણે 3,765 યુનિટ્સનું વેચાણ કર્યું, જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ 2,632 યુનિટ્સનું વેચાણ કરીને ત્રીજા નંબરનું સ્થાન મેળવ્યું છે. આ ત્રણેય કંપનીની સંયુક્ત બજારમાં હિસ્સેદારી 87 ટકા છે.

    જોકે FADAએ ચેતાવણી આપી છે કે રેર અર્થ મિનરલ્સના સપ્લાઈમાં અવરોધો આવવાના કારણે ભવિષ્યમાં વૈશ્વિક ઈલેક્ટ્રિક વાહન ઉદ્યોગને અસર થઈ શકે છે. ચીન, જે આ મિનરલ્સનો સપ્લાયર છે, તેણે તાજેતરમાં તેના નિકાસ પર કેટલાક પ્રતિબંધ લગાવ્યા છે. તેના કારણે ભારત સહિત સમગ્ર દુનિયામાં EV ઉત્પાદન અને વેચાણ પર અસર પડી શકે છે. આ પડકારો છતા ભારત સરકારે ઈલેક્ટ્રિક વાહન ક્ષેત્રમાં રોકાણને આકર્ષિત કરવા નવી સ્કીમ શરૂ કરી છે. આ સ્કીમનું લક્ષ્ય ભારતને ઈવી મેન્યુફેક્ચરિંગનું ગ્લોબલ હબ બનાવવાનું છે અને આંતરરાષ્ટ્રીય કંપનીઓને દેશમાં ઉત્પાદન કરવા પ્રેરિત કરવાનું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2025 Max Temp : °C Min Temp : °C
apply