ભારતીય શેરબજારની સપાટ શરૂઆત
Live TV
-
ભારતીય શેરબજારની સપાટ શરૂઆત: IT અને ફાર્મામાં વેચવાલી, ટેલિકોમમાં લેવાલી
સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારની સપાટ શરૂઆત થઈ છે. BSEનો સેન્સેક્સ 26 પોઈન્ટના ઘટાડા સાથે 81,800 પર ટ્રેડ થઈ રહ્યો છે, જ્યારે નિફ્ટી 25,100ની નજીક કારોબાર કરી રહી છે.
આજે શેરબજારમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. IT અને ફાર્મા સેક્ટરના શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું છે, જ્યારે ટેલિકોમ સેક્ટરના શેરોમાં ખરીદી જોવા મળી રહી છે.
કોમોડિટી માર્કેટની સ્થિતિ
કોમોડિટી માર્કેટમાં આજે સોના અને ચાંદીના ભાવ સ્થિર જોવા મળી રહ્યા છે.સોનું: MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 93 રૂપિયા ઘટીને 1,09,277 રૂપિયા થયો છે.
ચાંદી: 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ 62 રૂપિયા વધીને 1,28,900 રૂપિયા પર પહોંચ્યો છે.
