Skip to main content
Settings Settings for Dark

ભારતીય શેરબજારમાં આજે ઉછાળો જોવા મળ્યો. સેન્સેક્સમાં 500 અંકના વધારા સાથે 72,792 અંક સાથે ટ્રેડ કરી રહ્યો છે

Live TV

X
  • અમેરિકાના જોબ ડેટા સકારાત્મક આવતા વોલ સ્ટ્રીટમાં આવેલી તેજીની અસર એશિયા સહિત ભારતીય શેરબજારો જોવા મળી રહી છે. 30 શેરોનો બીએસઈ સેન્સેક્સ શરૂઆતમાં 500 પોઈન્ટસનો ઉછાળ્યા પછી 392 પોઈન્ટસની તેજી સાથે 72,796ના સ્તરે બોલાતો હતો. જ્યારે એનએસઈ નિફ્ટીએ 22,000ની મનોવૈજ્ઞાનિક સપાટી તોડી 146 પોઈન્ટસના વધારા સાથે 22,103 પર ક્વોટ થઈ હતી.

    ઉલ્લેખનીય છે કે, સેન્સેક્સના પેકમાં એનટીપીસી, પાવર ગ્રીડ, આઈટીસી, એશિયા પેઈન્ટસ અને સન ફાર્માના શેરો તેજીમાં જોવા મળ્યા હતાં. જ્યારે ઈન્ફોસિસ, ટીસીએસ, એલએન્ડટી, કોટક મહિન્દ્રા બેન્કમાં નરમાઈ જોવા મળી હતી. સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં એફએમસીજી ઈન્ડેક્સમાં સૌથી વધુ 1.2 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે ફાર્મા અને હેલ્થકેર ઈન્ડેક્સ 0.7 ટકા વધ્યા હતાં. એશિયાના ઈક્વિટી બજારોમાં જોઈએ તો જાપાન, સાઉથ કોરિયા અને ચીના બજાર વૃદ્ધિમાં જોવા મળી રહ્યા છે. જ્યારે હોંગકોંગને હેંગસેંગ સપ્ટેમ્બર પછીની ઊંચી સપાટીએ ક્વોટ થયો હતો. ગઈકાલે અમદાવાદ ખાતે સોનું પ્રતિ 10 ગ્રામ રૂપિયા 73,800 અને ચાંદી પ્રતિ કિલો 83,000 પર બંધ રહી હતી. ફોરેક્સ માર્કેટમાં શરૂઆતી વેપારમાં ડોલર સામે રૂપિયા બે પૈસાની મજબૂતી સાથે 83.48 પર ખૂલ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
apply