ભારતીય શેરબજારમાં ઘટાડાનો દૌર યથાવત, સેન્સેક્સ-નિફ્ટીમાં ગાબડું
Live TV
-
સેન્સેક્સ 829 આંક નીચે સરક્યો.. નિફ્ટીમાં 227 આંકનું ગાબડું..ચાંદીમાં 5 હજાર રૂપિયા સુધીનો ઉછાળો..
ભારતીય શેરબજારમાં દબાણનો માહોલ યથાવત રહ્યો.. કારોબારના અંતે સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો ઘટાડા સાથે બંધ થયા હતા.. 829 આંકના કડાકા સાથે સેન્સેક્સ 76 હજાર 034 આંક પર બંધ થયો.. તો નિફ્ટી 227 આંકના ઘટાડા સાથે 23 હજાર 639 આંક પર બંધ થયો... સેન્સેક્સના 30માંથી 26 તો નિફ્ટીના 50માંથી 38 શેરોમાં વેચવાલી રહી. ઑટો, રિયલ્ટી અને FMCG શેરોમાં સૌથી વધુ ધોવાણ મળ્યું હતું. તો આ તરફ કિંમતી ધાતુઓના ભાવમાં આગેકૂચ યથાવત રહી હતી. MCX પર ચાંદીનો ભાવ કિલોદીઠ 5 હજાર 400 રૂપિયા વધતા, ચાંદીનો ભાવ 2 લાખ 73 હજારને પાર પહોંચ્યો છે. જ્યારે સોનામાં 300 રૂપિયાનો નજીવો વધારો જોવા મળ્યો તો ડૉલર સામે રૂપિયામાં દબાણ જોવા મળ્યું હતું. ડૉલર સામે રૂપિયો 15 પૈસા નબળો રહેતા 92.19ના સ્તરે બંધ રહ્યો.
કેવું રહ્યું માર્કેટ ?
ડૉલર સામે રૂપિયામાં દબાણ રહ્યું તો બ્રેંટ ક્રૂડ ઓઇલનો ભાવ બેરલદીઠ 97 ડૉલરને પાર થયો...રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવા મજબૂત શેર 0.51% ઘટીને રૂ. 1383.95 પર બંધ થયા. HDFC બેંક 0.65% ઘટીને રૂ. 828.55 પર બંધ થયા, અને ભારતી એરટેલ 0.58% ઘટીને રૂ. 1795.60 પર બંધ થયા. ITC, ઇન્ફોસિસ, TCS અને એશિયન પેઇન્ટ્સ જેવા મુખ્ય FMCG અને IT શેરો પણ દબાણ હેઠળ આવ્યા.
ઓટો, મેટલ અને બેંકિંગ ક્ષેત્રોને સૌથી વધુ ફટકો પડ્યો. મારુતિ, SBI, કોટક બેંક અને એક્સિસ બેંકના શેરમાં તીવ્ર ઘટાડો થયો, જે 1.5% થી 1.74% સુધી હતો. ઇન્ડિગો (2.94%) અને લાર્સન એન્ડ ટુબ્રો (2.56%) જેવા શેર વધુ ઘટ્યા. જોકે, આ નિરાશા વચ્ચે, ટેક મહિન્દ્રા અને HCL ટેક જેવા પસંદગીના IT શેરોએ રોકાણકારોને સાધારણ લાભ સાથે થોડી રાહત આપી.
