ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ
Live TV
-
ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો વચ્ચે ગ્લોબલ માર્કેટમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. ભારતીય શેરબજારની શરૂઆત પણ પોઝિટિવ થઈ. સેન્સેક્સ 500 પોઈન્ટથી વધુના ઉછાળા સાથે 80 હજારની સપાટી પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ 160 પોઈન્ટનો વધારો જોવા મળ્યો. NSEના તમામ સેક્ટોરલ ઈન્ડેક્સ તેજી સાથે કારોબાર કરી રહ્યા છે. આ તરફ, ઘરેલુ બજારમાં સોના-ચાંદીના ભાવમાં સામાન્ય ઘડાડો થયો.10 ગ્રામ સોનાનો ભાવ 50 રૂપિયા ઘટી 78 હજાર 566 પર પહોંચ્યો. તો ચાંદીનો ભાવ પણ 900 રૂપિયા ઘટી 94 હજાર 200ની સપાટી પર પહોંચ્યો છે.