Skip to main content
Settings Settings for Dark

ભારતીય શેરબજારમાં તેજી, નિફ્ટી 24,700થી ઉપર ખૂલ્યું

Live TV

X
  • GST કાઉન્સિલ દ્વારા જુદા જુદા સેક્ટરમાં આપવામાં આવેલી રાહતના કારણે ભારતીય શેરબજાર સુધારા સાથે ખુલ્યુ છે. બેન્ચમાર્ક સૂચકાંકોએ શુક્રવારે હરિયા નિશાનમાં શરૂઆત કરી હતી. શરૂઆતના કારોબારમાં ઓટો, IT અને PSU બેંકના શેરોમાં ખરીદી જોવા મળી હતી. સવારના આશરે 9.38 વાગ્યે, સેન્સેક્સ 140.72 અંક અથવા 0.17% વધી 80,858.73 પર હતો, જ્યારે નિફ્ટી 52 અંક અથવા 0.21% વધી 24,786.30 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી બેંક 4.05 અંક અથવા 0.01% વધી 54,079.50 પર હતો. નિફ્ટી મિડકૅપ 100 ઇન્ડેક્સ 332.05 અંક અથવા 0.58% વધી 57,291.20 પર હતો. નિફ્ટી સ્મોલકૅપ 100 ઇન્ડેક્સ 82.75 અંક અથવા 0.47% વધી 17,704.70 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

    GST કાઉન્સિલ દ્વારા જુદા જુદા સેક્ટરમાં આપવામાં આવેલી રાહતના કારણે ભારતીય શેરબજાર સુધારા સાથે ખુલ્યુ છે. બેન્ચમાર્ક સૂચકાંકોએ શુક્રવારે હરિયા નિશાનમાં શરૂઆત કરી હતી. શરૂઆતના કારોબારમાં ઓટો, IT અને PSU બેંકના શેરોમાં ખરીદી જોવા મળી હતી. સવારના આશરે 9.38 વાગ્યે, સેન્સેક્સ 140.72 અંક અથવા 0.17% વધી 80,858.73 પર હતો, જ્યારે નિફ્ટી 52 અંક અથવા 0.21% વધી 24,786.30 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી બેંક 4.05 અંક અથવા 0.01% વધી 54,079.50 પર હતો. નિફ્ટી મિડકૅપ 100 ઇન્ડેક્સ 332.05 અંક અથવા 0.58% વધી 57,291.20 પર હતો. નિફ્ટી સ્મોલકૅપ 100 ઇન્ડેક્સ 82.75 અંક અથવા 0.47% વધી 17,704.70 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

    વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, નિફ્ટીએ GST દરોના નિર્ણયોને ધ્યાનમાં રાખીને એક આશાવાદી પોઝિટિવ મૂવનો સંકેત આપ્યો છે, જે આગામી દિવસોમાં બજારની દિશા નક્કી કરશે. પી.એલ. કૅપિટલની ટેકનિકલ રિસર્ચ ઉપપ્રમુખ વૈશાલી પારેખે જણાવ્યું હતું કે, “સૂચકાંકને 24,800ના મહત્વના 50 EMA લેવલને પાર કરવો પડશે, જેથી બ્રોડર માર્કેટની ભાગીદારી સાથે વધુ તેજી મળી શકે.” તેમણે જણાવ્યું કે 24,500નું લેવલ નિફ્ટી માટે મહત્વનું સપોર્ટ ઝોન રહેશે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, કુલ મળીને બજાર કન્સોલિડેશન રેન્જમાં મજબૂતાઈ દર્શાવી રહ્યું છે. ટેકનિકલ મોમેન્ટમમાં સુધારો અને સ્થિર સ્થાનિક રોકાણ સાથે નજીકના ગાળાનો ટ્રેન્ડ પોઝિટિવ રહેવાની શક્યતા છે.

    ચોઇસ બ્રોકિંગના મન્દાર ભોજને જણાવ્યું હતું કે, “ટ્રેડર્સે બાય-ઓન-ડિપ્સ સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ અને બેંકિંગ, IT અને ઓટો જેવા લીડિંગ સેક્ટર્સમાં સ્ટોક-સ્પેસિફિક તક પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.” આ દરમ્યાન, સેન્સેક્સમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટ્રેન્ટ, ટાટા મોટર્સ, એશિયન પેઇન્ટ્સ, પાવર ગ્રિડ અને મારુતિ સુઝુકી ટોપ ગેઈનર્સ રહ્યા હતા. જ્યારે ITC, હિન્દુસ્તાન યુનિલીવર લિમિટેડ, સન ફાર્મા અને HDFC બેંક ટોપ લુઝર્સ રહ્યા હતા.

    એશિયાઈ બજારોમાં બેંકોક, જાપાન, સીઓલ, હોંગકોંગ અને ચીન હરિયા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. પાછલા ટ્રેડિંગ સેશનમાં, અમેરિકાનો ડાઉ જોન્સ 350.06 અંક અથવા 0.77% વધી 45,621.29 પર બંધ રહ્યો હતો. S&P 500 ઇન્ડેક્સ 53.82 અંક અથવા 0.83% વધી 6,502.08 પર અને નૅસ્ડૅક ઇન્ડેક્સ 209.97 અંક અથવા 0.98% વધી 21,707.69 પર બંધ રહ્યો હતો. સંસ્થાગત મોરચે, વિદેશી સંસ્થાગત રોકાણકારો (FII) નેટ વેચનાર રહ્યા અને 4 સપ્ટેમ્બરે 106.34 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા, જ્યારે સ્થાનિક સંસ્થાગત રોકાણકારો (DII) એ 2,233.09 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply