ભારતીય શેરબજારમાં 1600 પોઈન્ટનો કડાકો
Live TV
-
ભારતીય શેરબજારમાં 1600 પોઈન્ટનો કડાકો
પશ્ચિમ એશિયામાં વધતા જતા ભૂ-રાજકીય તણાવને કારણે વૈશ્વિક અર્થતંત્ર પર જોખમ તોળાઈ રહ્યું છે. ઈઝરાયેલ અને પડોશી દેશો વચ્ચેની તંગદિલી વિકટ બનતા કાચા તેલના ભાવમાં ભડકો થયો છે, જેની સીધી અસર ભારત સહિત એશિયાઈ શેરબજારો પર જોવા મળી છે. આજે ટ્રેડિંગ સેશનના પ્રારંભે જ રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાઈ ગયા છે.
સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો
ભારતીય શેરબજારમાં આજે સવારથી જ ભારે વેચવાલી જોવા મળી રહી છે. BSE સેન્સેક્સ પ્રારંભિક કારોબારમાં જ સેન્સેક્સ 1600 પોઈન્ટ નીચે સરકીને 75000ની મહત્વની સપાટીની નજીક પહોંચી ગયો છે. નિફ્ટીમાં પણ 500 પોઈન્ટનો મોટો ઘટાડો નોંધાયો છે, જે હાલ 23200ની સપાટીની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.
સૌથી વધુ અસર બેંક નિફ્ટીમાં જોવા મળી છે, જેમાં 1400 પોઈન્ટનો કડાકો બોલાયો છે. આ ઉપરાંત ઓટો સેક્ટરના શેરોમાં પણ રોકાણકારોએ ભારે વેચવાલી કરી છે.
સોના-ચાંદીના ભાવમાં આશ્ચર્યજનક ઘટાડો
એકતરફ શેરબજાર તૂટી રહ્યું છે, ત્યારે બીજી તરફ કિંમતી ધાતુઓના ભાવમાં પીછેહઠ જોવા મળી છે. MCX પર સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 825 રૂપિયાનો ઘટાડો થતા નવો ભાવ 152200 રૂપિયા બોલાઈ રહ્યો છે. ચાંદીના ભાવમાં કિલોદીઠ 3300 રૂપિયાનો મોટો ગાબડો પડતા તે 244000રૂપિયાની આસપાસ પહોંચી છે.
