મુખ્યમંત્રીએ 8 ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર કરી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘આત્મનિર્ભર’ ભારતના આપેલા કોલને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યું
અનલોક એકની શરૂઆત સાથે જ ,વિજય રૂપાણી સરકાર એક્શન મોડમાં આવી ગઇ છે અને રાજ્યના વિકાસના સંદર્ભમાં કામગીરી શરૂ કરી છે. જેમા આજે મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ, 8 ટી.પી. મંજૂર કરી છે જેમા અમદાવાદમાં 3 , સુરત, વડોદરા એક એક તેમજ અન્ય બે ટી.પી. નો સમાવેશ થાય છે. આ ટી.પી.ના સ્કિમથી ,ગુજરાતમાં વિકાસની નવી દીશા મળશે અને નાગરીકોને સારી સુવિધાઓથી માંડી, ગુજરાતના વિકાસ પથને ,વધુ મજબૂત બનાવશે
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રવર્તમાન કોરોના-કોવિડ-19ના સંક્રમણ સાથે જીવન પૂર્વવત બનાવવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘આત્મનિર્ભર’ ભારતના આપેલા કોલને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યું છે. પ્રધાનમંત્રીએ આત્મનિર્ભર ભારતમાં ઇકોનોમી, ઇન્ફ્રાસ્ટ્રકચર, સિસ્ટમ, ડેમોક્રેસી અને ડિમાન્ડના પંચ સ્થંભથી ભારતને આત્મનિર્ભરતાથી વિશ્વગુરૂ બનાવવાની પ્રેરણા આપેલી છે. મુખ્યમંત્રીએ આ પંચસ્થંભના મહત્વપૂર્ણ એવા ઇન્ફ્રાસ્ટ્રકચર-આંતરમાળખાકીય સુવિધાઓનો રાજ્યના નગરો-મહાનગરોમાં વ્યાપ વિસ્તારી સુઆયોજિત વિકાસ માટે ત્વરિત અને પારદર્શી ઢબે ટાઉન પ્લાનીંગ સ્કીમ્સ મંજૂર કરવાનો વ્યૂહ અપનાવ્યો છે. આ હેતુસર રાજ્યમાં વધુ 8 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરીઓ આપી છે.
અમદાવાદ:ની ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં.154 (સાંતેજ), અમદાવાદ:નં.123/એ (નરોડા), અમદાવાદ:નં.123/બી નરોડા અને પ્રીલીમીનરી ટી.પી. સ્કીમ અમદાવાદ:નં.85 (વટવા-5) તેમજ ફાયનલ અમદાવાદ:ટી.પી.નં.3 (રાણીપ)નો સમાવેશ થાય છે. ગોંડલ શહેર:ની ટી.પી. સ્કીમ નં.1, સુરત:ની ટી.પી.સ્કીમ નં.57 (ખરવાસા-એકલેરા) અને વડોદરા:ની ટી.પી. સ્કીમ નં.17 (સૈયદ વાસણા) મુખ્યમંત્રીએ પ્રારંભિક યોજના મંજુર થયાની સત્તામંડળ જાહેર સુવિધા માટે સંપ્રાપ્ત થતા પ્લોટોમાં તાત્કાલિક કબજો મેળવી વિકાસ કરી શકે તે માટે ટી.પી. સ્કીમ મંજુરી સાથે તાકિદ કરી છે, કે કાયદાની જોગવાઇ મુજબ તમામ પ્લોટોને વિકાસ અર્થે ખુલ્લા મુકવામાં આવે તથા ખાસ કરીને બાગ-બગીચા, પ્લેગ્રાઉન્ડ કે જેનો સામાન્ય જનતતા અને
બાળકો-વૃધ્ધો નવા વિકસતા વિસ્તારમાં લાભ લઇ શકે તે હેતુથી તાત્કાલિક વિકાસ કરવામાં આવે. મુખ્યમંત્રીએ 2018-2019ના વર્ષમાં મંજુર થયેલ પ્રારંભિક ટી.પી. સ્કીમોના કાર્યો માટે સમીક્ષા કરી, બાકી રહેતા ટી.પી. અમલીકરણના કામો તાત્કાલિક હાથ ધરાય તે માટે શહેરી વિકાસ વિભાગના તમામ સત્તામંડળોને આદેશ કરવા સૂચન કર્યુ છે. મુખ્યમંત્રીએ ડ્રાફ્ટ સ્કીમના રસ્તાઓનું પણ ઝડપથી અમલીકરણ કરી ઇન્ફ્રાસ્ટ્રકચરના કામોને પ્રાધાન્ય આપી વડાપ્રધાનના અભિગમને ત્વરિત સાકાર કરવામાં ગુજરાત અગ્રેસર થાય તેવો અનુરોધ પણ સંબંધિત વિભાગોને કર્યો છે
