Skip to main content
Settings Settings for Dark

રશિયા-યુક્રેન યુદ્ધથી વિશ્વભરના શેરબજારો હચમચી ગયા, ભારતીય રોકાણકારોના પણ કરોડો ધોવાયા

Live TV

X
  • રશિયા-યુક્રેન યુદ્ધની અસર વિશ્વભરના શેરમાર્કેટ પર પણ જોવા મળી હતી. વૈશ્વિક શેરબજારની સાથે ભારતીય શેરબજારમાં પણ મોટો કડાકો જોવા મળ્યો હતો. જેમાં ભારતીય શેરબજાર 1800 થી વધારે પોઇન્ટના કડાકા સાથે 55 હજાર 418 પર ખુલ્યુ હતુ્ં. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજ પણ 400 પોઇન્ટના ઘટાડા સાથે 16 હજાર 666 પર ખુલ્યું હતું. તો દિવસના અંતે સેંસેક્સમાં 2 હજાર સાતસો અંકનું ગાબડુ જોવા મળ્યું હતું. અને સેંસેક્સ 55 હજારની નીચે એટલે કે 54 હજાર 529 પર બંધ થયો હતો. તો બીજી તરફ નિફ્ટી પણ 815 અંક તુટીને 16 હજાર 247 પર બંધ થયો હતો.

     શેરબજારમાં ભારે કડાકાને કારણે રોકાણકારોમાં નિરાશા જોવા મળી રહી છે. જેના કારણે વેચવાલીનો માહોલ જોવા મળ્યો હતો. આજે રિલાયન્સ, ટાટા મોટર્સ, ઇન્ફોસિસ, ICICI બેંક અને ટીએસના સહિતની તમામ કંપનીઓનાં શેયર્સના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. તો બીજી તરફ યુક્રેન પરના હુમલાને કારણે હજુ ભારતીય શેર બજારને મોટુ નુકસાન થવાની શક્યતા નિષ્ણાંતોએ વ્યક્ત કરી છે. ટાટા મોટર્સ, ઇન્ડસઇન્ડ બેન્ક, યુપીએલ, ગ્રાસિમ ઇન્ડસરીઝ અને અદાણી પોર્ટ્સ સાથે નિફ્ટી 50 પરના તમામ શેરો લાલ રંગમાં સમાપ્ત થયા હતા.

    7 વર્ષમાં પ્રથમવાર બ્રેન્ટ કુડના ભાવ 100 US ડોલર નજીક પહોંચ્યા હતા. માર્કેટ નિષ્ણાંતોના મત પ્રમાણે, આવનારા દિવસોમાં તેના ભાવ 120 US ડોલરથી સુધી જઈ શકે છે. એને પગલે પેટ્રોલ-ડીઝલ પણ મોંઘા થઈ શકે છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply