રિઝર્વ બેંકએ ICICI બેંકને ફટકાર્યો 59 કરોડનો દંડ
Live TV
-
રિઝર્વ બૅંકએ 'ડાયરેક્ટ સેલ ઓફ સિક્યોરિટીઝ' જોગવાઈના ભંગ બદલ આઈસીઆઈસીઆઈ બેંકને 58.9 કરોડનો દંડ ફટકાર્યો છે.
સિક્યોરિટીઝના સીધા વેચાણ અંગેની જોગવાઇના ભંગ બદલ રિઝર્વ બેંકએ મોટી ફટકાર લગાવતા ICICI બેંકને દંડ કર્યો છે. રિઝર્વ બેંકએ કહ્યું છે કે, " ICICI બેંકએ રિઝર્વ બેંકના પ્રત્યક્ષ વેચાણ સંબંધિત નિયમોનું પાલન નથી કર્યું, જેને કારણે 26 માર્ચે બેંકને એક આદેશ કરવામાં આવ્યો હતો અને 58.9 કરોડ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે."
રિઝર્વ બેંકએ એમ પણ કહ્યું છે કે, નિયમોનું પાલન ન કરવા બદલ આ પગલું ભરવામાં આવ્યું છે.