રેપો રેટ ઘટાડાથી શેરબજારમાં તેજી, નિફ્ટી બેંક ઓલ ટાઇમ હાઇ પર બંધ
Live TV
-
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા રેપો રેટમાં 50 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યા બાદ શુક્રવારે શેરબજારમાં મોટી તેજી જોવા મળી. ટ્રેડિંગના અંતે, સેન્સેક્સ 746.95 પોઇન્ટ અથવા 0.92 ટકા વધીને 82,188.99 પર અને નિફ્ટી 252.15 પોઇન્ટ અથવા 1.02 ટકા વધીને 25,003.05 પર બંધ થયો.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા રેપો રેટમાં 50 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યા બાદ શુક્રવારે શેરબજારમાં મોટી તેજી જોવા મળી. ટ્રેડિંગના અંતે, સેન્સેક્સ 746.95 પોઇન્ટ અથવા 0.92 ટકા વધીને 82,188.99 પર અને નિફ્ટી 252.15 પોઇન્ટ અથવા 1.02 ટકા વધીને 25,003.05 પર બંધ થયો.આજની તેજીનું નેતૃત્વ બેંકિંગ શેરોએ કર્યુ હતુ નિફ્ટી બેંક 817.55 પોઇન્ટ અથવા 1.47 ટકા વધીને 56,578.40 પર બંધ થયો. દિવસ દરમિયાન, બેંક નિફ્ટી 56,695 ના સ્તરને સ્પર્શ્યો, જે મુખ્ય બેંકિંગ સૂચકાંકનો અત્યાર સુધીનો ઉચ્ચતમ સ્તર છે.
લાર્જકેપ્સની સાથે, મિડકેપ્સ અને સ્મોલકેપ્સમાં પણ વધારો જોવા મળ્યો. નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સ 707.30 પોઈન્ટ અથવા 1.21 ટકા વધીને 59,010.30 પર અને નિફ્ટી સ્મોલકેપ 100 ઇન્ડેક્સ 149.85 પોઈન્ટ અથવા 0.81 ટકા વધીને 18,582.45 પર બંધ થયો હતો.ઓટો, આઇટી, પીએસયુ બેંકો, ફાઇનાન્શિયલ સર્વિસીસ, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, રિયલ્ટી અને એનર્જી સૌથી વધુ વધ્યા હતા. ફક્ત મીડિયા ઇન્ડેક્સ લાલ રંગમાં બંધ થયો હતો.
સેન્સેક્સ પેકમાં બજાજ ફાઇનાન્સ, એક્સિસ બેંક, મારુતિ સુઝુકી, ઇન્ડસઇન્ડ બેંક, બજાજ ફિનસર્વ, એટરનલ (ઝોમેટો), એમ એન્ડ એમ, ટાટા સ્ટીલ, કોટક મહિન્દ્રા બેંક, ટાઇટન, એચડીએફસી બેંક અને એનટીપીસી સૌથી વધુ વધ્યા હતા. ફક્ત ભારતી એરટેલ અને સન ફાર્મા સૌથી વધુ ઘટ્યા હતા.
રેલિગેર બ્રોકિંગના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અજિત મિશ્રાએ જણાવ્યું હતું કે સકારાત્મક સ્થાનિક સંકેતોને કારણે ભારતીય શેરબજાર સકારાત્મક રીતે બંધ થયા હતા. નાણાકીય અને રિયલ્ટીમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો હતો. આગામી સમયમાં પણ બજારમાં દર ઘટાડાની અસર રહેશે.
ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ આજે સવારે અર્થતંત્રમાં વૃદ્ધિને વેગ આપવા માટે રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો મોટો ઘટાડો 6 ટકાથી 5.5 ટકા કરવાની જાહેરાત કરી.શેરબજારની શરૂઆત સ્થિર રહી. સવારે 9.23 વાગ્યે, સેન્સેક્સ 82.43 પોઈન્ટ અથવા 0.10 ટકા ઘટીને 81,359.61 પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 7.70 પોઈન્ટ અથવા 0.03 ટકા ઘટીને 24,743.20 પર ટ્રેડ કરી રહ્યો હતો.