રેશમ ઉદ્યોગના વિકાસ માટે મોટી યોજનાને કેન્દ્રની મંજૂરી
Live TV
-
નોર્થ ઈસ્ટ ઔદ્યોગિક યોજના અંતર્ગત કરોડો રૂપિયાની ફાળવણીનો નિર્ણય
આયુષ્માન ભારત યોજનાને મંજૂરી આપવાની સાથે સાથે કેન્દ્ર સરકારે બીજા પણ અનેક મહત્વના નિર્ણય લીધા છે. રેશમ ઉદ્યોગના વિકાસ માટે કેન્દ્રે મોટી યોજનાને મંજૂરી આપી છે. સિલ્ક ઉદ્યોગના વિકાસ માટે સમેકિત વિકાસ યોજનાને મંજૂરી આપી છે.કાપડમંત્રી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું છે કે આનાથી દેશ રેશમ ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભર બનશે. સાથે જ આ યોજનાથી આગામી ત્રણ વર્ષમાં આશરે એક કરોડ લોકોને રોજગારી મળશે. કેબિનેટે આ ઉપરાંત નોર્થ ઈસ્ટ ઔદ્યોગિક યોજના અંતર્ગત કરોડો રૂપિયાની ફાળવણીનો નિર્ણય કર્યો છે.2017ની નોર્થ ઈસ્ટ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સ્કીમને આગળ વધારતા માર્ચ 2020 સુધીમાં રૂપિયા 3 હજાર કરોડ ફાળવવાનો નિર્ણય કર્યો છે, તો એક અન્ય મહત્વના નિર્ણય અંતર્ગત કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીર માટે પીએમ વિકાસ પેકેજ 2015ને આગળ વધારવાની મંજૂરી આપી છે.
