વિદેશી રોકાણકારોની વેચવાલી અને અમેરિકન બૉન્ડ યીલ્ડમાં તેજીને કારણે ભારતીય શેરબજાર રેડઝોનમાં
Live TV
-
વિદેશી રોકાણકારોની વેચવાલી અને અમેરિકન બૉન્ડ યીલ્ડમાં તેજીને કારણે ભારતીય શેરબજાર રેડઝોનમાં
ભારતીય શેરબજારમાં આજે કારોબારી સપ્તાહના ચોથા દિવસે સાધારણ વધઘટ સાથે સપાટ અને સુસ્ત માહોલ જોવા મળી રહ્યો છે. વૈશ્વિક અને સ્થાનિક પરિબળોની અસર વચ્ચે બજાર સાંકડી રેન્જમાં કારોબાર કરી રહ્યું છે.
આજે ગ્રીન ઝોનમાં ખુલેલું શેરબજાર સત્ર દરમિયાન નરમાઈ દર્શાવતા હાલમાં સેન્સેક્સ 55 પોઇન્ટ ઘટીને 72,460 ની સપાટી પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો નિફ્ટી પણ 62 પોઇન્ટ ઘટીને 22,570 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે.
આજના કારોબાર દરમિયાન નિફ્ટી સેગમેન્ટમાં કેટલાક અગ્રણી શેરોમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો, જેમાં મુખ્યત્વે કોટક મહિન્દ્રા બેંક, ઇન્ફોસિસ, ટીસીએસ, એચસીએલ ટેક્નોલોજીસ, ટેક મહિન્દ્રાના શેરમાં વધારો જોવા મળ્યો હતો. આ શેરોમાં સારો એવો વધારો નોંધાયો હતો, જેણે બજારને વધુ ગગડતું અટકાવવામાં સહારો આપ્યો હતો.
સોના-ચાંદીમાં ચમકારો અને ક્રૂડ ઓઇલના ભાવ
સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ 1,200 રૂપિયાનો મોટો ઉછાળો જોવા મળ્યો છે, જેના કારણે સોનું વધીને 1 લાખ 47 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામની ઊંચી સપાટીએ પહોંચ્યું છે. ચાંદીના ભાવમાં પણ ચમકારો જોવા મળ્યો છે, જેમાં 2,300 રૂપિયાનો વધારો થતા ચાંદી 2 લાખ 26 હજાર રૂપિયા ની સપાટીએ પહોંચી ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (ક્રૂડ ઓઇલ) ના ભાવ હાલમાં 95 થી 98 ડોલર પ્રતિ બેરલ ની આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે.
