વૈશ્વિક શેર બજારોમાં મંદીઃ ભારતી શેર બજારમાં પણ કડાકો નોંધાયો, સોના-ચાંદીના ભાવમાં વધારો
Live TV
-
વૈશ્વિક શેરબજારોમાં અત્યારે ભારે મંદી જોવા મળી રહી છે. અમેરીકાના બજારોમાં 2020 બાદ સૌથી મોટો કડાકો નોંધાયો છે. ડાઉ જોન્સ 1063 આંકના ઘટાડા સાથે અને નાસ્ડેકમાં 5% ના ઘટાડા સાથે બંધ થયા છે. અમેરીકાના શેરબજારોને પગલે ભારતીય શેરબજારમાં પણ કડાકો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 952 આંકના ઘટાડા સાથે 54,749 પર અને નિફ્ટી 288 આંકનાં ઘટાડા સાથે 16,394 પર કારોબાર કરી રહ્યા છે.
ભારતીય શેરબજારમાં IT, રીયલ્ટી, બેંક અને મેટલ સેક્ટરમાં ભારે વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે. શેરની વાત કરીએ તો ટાટા કોમ્યુનિકેશન, ITC, કોલગેટ, હિરો મોટર અને ABB ઈંડિયામાં થોડી ઘણી ખરીદી જોવા મળી રહી છે તો વેદાંતા, વોલ્ટાસ, ટોરેન્ટ પાવર, હિંદ કોપર અને બજાજ ફાઈનાન્સના શેરમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. ઉપરાંત ક્રુડ ઓઈલ ફરી 111 ડોલર પર પહોંચ્યું છે અને સોના-ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
