શરૂઆતમાં શેરબજારમાં ઉછાળો બાદ ઘટાડો જોવા મળી રહ્યો, સેન્સેક્સ 81 હજારથી નીચે
Live TV
-
નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 67.90 પોઈન્ટ સાથે19,241.45 પર હતો
આજે ભારતીય શેરબજાર લીલા રંગમાં ખુલ્યું હતું. શરૂઆતી કારોબારમાં નિફ્ટી આઈટી સેક્ટરમાં ખરીદારી જોવા મળી હતી. સવારે લગભગ 9:41 વાગ્યે સેન્સેક્સ 103.11 પોઈન્ટ વધીને 81,059.44 પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 21.20 પોઈન્ટના વધારા સાથે 24,488.65 પર ટ્રેડ કરી રહ્યો હતો. હાલમાં, બજારનો ટ્રેન્ડ સકારાત્મક રહ્યો હતો. NSE પર 1,291 શેર લીલા રંગમાં ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે 993 શેર લાલ નિશાનમાં હતા.
નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 67.90 પોઈન્ટ સાથે19,241.45 પર હતો
નિફ્ટી બેંક 53.40 પોઈન્ટના ઘટાડા સાથે 53,213.50 પર હતો. નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સ 94.15 પોઈન્ટના વધારા સાથે 58,206.55 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 67.90 પોઈન્ટ સાથે19,241.45 પર હતો. ઇન્ફોસિસ, TCS, ભારતી એરટેલ, અલ્ટ્રા ટેક સિમેન્ટ, ટાઇટન, ટેક મહિન્દ્રા, અદાણી પોર્ટ્સ, બજાજ ફાઇનાન્સ અને એક્સિસ બેન્ક સેન્સેક્સ પેકમાં ટોચના ગેનર હતા. એનટીપીસી, જેએસડબલ્યુ સ્ટીલ, એશિયન પેઇન્ટ્સ, એચડીએફસી બેંક અને મારુતિ ટોપ લુઝર હતા.
સિઓલ, જકાર્તા, બેંગકોક અને હોંગકોંગ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા
એશિયન બજારોમાં ચીન અને જાપાનના બજારો લીલા નિશાનમાં કારોબાર કરી રહ્યા હતા. જ્યારે સિઓલ, જકાર્તા, બેંગકોક અને હોંગકોંગ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. છેલ્લા ટ્રેડિંગ દિવસે અમેરિકન શેરબજાર લીલા નિશાનમાં બંધ થયા છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ 4 ડિસેમ્બરે રૂ. 1,797 કરોડના શેર ખરીદ્યા હતા, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ એ જ દિવસે રૂ. 900 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.