શેરબજારની સેનસેક્સમાં 122 અને નિફ્ટી 18 પોઈન્ટના વધારા સાથે થઈ છે, નિફ્ટી 24,400 ની સપાટી
Live TV
-
આ શેરમાં વધારો અને ઘટાડો જોવા મળ્યો
ભારતીય શેરબજાર શુક્રવારે સ્થિરતાની સપાટીએ ખુલ્યું હતું. શરૂઆતના કારોબારમાં ઓટો, આઈટી ફિન સર્વિસ અને પીએસયુ બેંક સેક્ટરમાં ખરીદી જોવા મળી રહી છે. BSE સેન્સેક્સ 74.14 પોઈન્ટ અથવા 0.09 %ના વધારા બાદ 80,139.30 પર ટ્રેડ કરી રહ્યો છે. તો NSE નો નિફ્ટી 18.65 પોઈન્ટ અથવા 0.08% ના ઉછાળા પછી 24,418.05 પર ટ્રેડિંગ શરૂ કરી રહ્યો છે.
નિફ્ટી મિડકેપ 0.24% ના ઘટાડા પછી 56,216.90 ના સ્તર ઉપર
NSE ઉપર 890 શેર લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે 1084 શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. નિફ્ટી બેન્ક 90.75 પોઈન્ટ અથવા 0.18% ઘટીને 51,440.40 પર આવી ગયો. નિફ્ટી મિડકેપએ 132.85 પોઈન્ટ અથવા 0.24% ના ઘટાડા પછી 56,216.90 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. તે જ સમયે નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 43.20 પોઈન્ટ અથવા 0.24% ના વધારા પછી 18,292.35 પર છે.
આ શેરમાં વધારો અને ઘટાડો જોવા મળ્યો
કોટક મહિન્દ્રા બેંક 0.24%, ઇન્ફોસીસ 0.23%, પાવરગ્રીડ 0.22%, એશિયન પેઇન્ટ્સ 0.22%, અદાણી પોર્ટ્સ 0.22%, સન ફાર્મા 0.19%, ટીસીએસ 0.14%, ટાઇટન 0.09%, ટાટા સ્ટીલ 0.06%, બાજા 0.07% સાથે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને હિન્દુસ્તાન યુનિલિવરના શેર કોઈપણ ફેરફાર વગર ખુલ્યા હતા. સેન્સેક્સમાં ITC, એક્સિસ બેન્ક, એશિયન પેઇન્ટ્સ, HCL ટેક, સન ફાર્મા, નેસ્લે ઇન્ડિયા અને ICICI બેન્ક ટોચના ગેનર હતા. જ્યારે ઇન્ડસઇન્ડ બેન્ક, એનટીપીસી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ અને એલએન્ડટી ટોપ લુઝર રહ્યા હતા. નિફ્ટીમાં ITC, એક્સિસ બેંક, HCL ટેક, બ્રિટાનિયા, એશિયન પેઈન્ટ્સ, નેસ્લે ઈન્ડિયા અને સન ફાર્મા ટોપ ગેનર હતા. જ્યારે ઈન્ડસઈન્ડ બેંક, એનટીપીસી, કોલ ઈન્ડિયા, શ્રીરામ ફાઈનાન્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ટોપ લોઝર હતા.