શેરબજારમાં તેજી: સેન્સેક્સ 84,000ને પાર
Live TV
-
શેરબજારમાં તેજી: સેન્સેક્સ 84,000ને પાર
ભારતીય શેરબજારમાં આજે ફરી એકવાર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. સપ્તાહના ટ્રેડિંગ સત્રની શરૂઆતમાં જ રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. બીએસઈ સેન્સેક્સ (BSE Sensex) 118 અંકના વધારા સાથે 84,184 ની સપાટીએ ખુલ્યો હતો, જ્યારે નિફ્ટી-50 (Nifty) એ પણ મજબૂતી દર્શાવતા 25,900 ની સપાટી સર કરી હતી. બજારમાં મુખ્યત્વે રિલાયન્સ (RIL), એક્સિસ બેંક, પીએસયુ બેંક્સ (PSU Banks), ફાર્મા અને ઓટો સેક્ટરમાં જોરદાર લેવાલી જોવા મળી રહી છે.
સોનામાં ઘટાડો, ચાંદીમાં રેકોર્ડબ્રેક તેજી બીજી તરફ કિંમતી ધાતુઓના ભાવમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. સોનાના ભાવમાં આજે સામાન્ય નરમાશ જોવા મળી છે અને તે રૂપિયા 466 ના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યું છે. જોકે, ચાંદીમાં આજે જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. ચાંદીના ભાવમાં રૂપિયા 4,872 નો તોતિંગ વધારો નોંધાતા, MCX પર ચાંદીનો ભાવ 2 લાખ 57 હજાર ની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે. ચાંદીમાં આવેલી આ અચાનક તેજીએ રોકાણકારો અને જ્વેલર્સમાં આશ્ચર્ય સર્જ્યું છે.
