શેરબજારમાં ફ્લેટ કારોબાર: સેન્સેક્સ અને નિફ્ટી સામાન્ય વધારા સાથે ખુલ્યો
Live TV
-
શેરબજારમાં ફ્લેટ કારોબાર: સેન્સેક્સ અને નિફ્ટી સામાન્ય વધારા સાથે ખુલ્યો
કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે, આજે ભારતીય શેરબજારમાં ફ્લેટ કારોબાર જોવા મળ્યો છે. સવારના સત્રમાં શરૂઆતી ગાબડાં બાદ બજાર સ્થિર થયું હતું.
શરૂઆતમાં સેન્સેક્સમાં 100 અંક અને નિફ્ટીમાં 30 અંકનું ગાબડું જોવા મળ્યું હતું. જોકે, બપોર થતા સુધીમાં બજાર રિકવર થયું હતું. હાલમાં, સેન્સેક્સ 26 અંકના નજીવા વધારા સાથે 83,458 પર જ્યારે નિફ્ટી 5 અંક વધીને 25,466 ની આસપાસ કારોબાર કરી રહ્યો છે.
આજના કારોબારમાં IT, મેટલ, ફાર્મા અને રિયલ્ટી સેક્ટરના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. બીજી તરફ, HUL, એશિયન પેઈન્ટ્સ, અને આઈસર મોટર્સ ટોપ ગેનર્સની યાદીમાં રહ્યા હતા. જ્યારે, ભારત ઈલેક્ટ્રિક, ટેક મહિન્દ્રા અને મારુતિ સુઝુકીના શેર ટોપ લુઝર્સ રહ્યા હતા.
કોમોડિટીઝ માર્કેટની વાત કરીએ તો, આજે સોનાના ભાવમાં 540 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો અને તે 96,450 રૂપિયાની આસપાસ કારોબાર કરી રહ્યું છે. જ્યારે, ચાંદી 892 રૂપિયા ઘટીને 1,07,537 રૂપિયા પ્રતિ કિલોગ્રામની આસપાસ ટ્રેડ થઈ રહી છે. બજારની આ સ્થિરતા વચ્ચે રોકાણકારો વિવિધ સેક્ટરના પ્રદર્શન પર નજર રાખી રહ્યા છે.
