શેરબજારમાં મિશ્ર કારોબાર
Live TV
-
શેરબજારમાં મિશ્ર કારોબાર
સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં નરમાઈ અને મિશ્ર માહોલ જોવા મળી રહ્યો છે. વૈશ્વિક પરિબળોની અસર બજાર પર સ્પષ્ટપણે વર્તાઈ રહી છે, જ્યારે બીજી તરફ કિંમતી ધાતુઓમાં તેજીનો સિલસિલો યથાવત છે.
શેરબજારની વર્તમાન સ્થિતિ:
નિફ્ટી 184 પોઈન્ટના ઘટાડા સાથે 24,590 ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ 56 પોઈન્ટના સાધારણ વધારા સાથે 78 695 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. આજે હિન્ડાલ્કો, અદાણી પોર્ટ, ભારત ઈલેક્ટ્રોનિક્સ (BEL) અને જીઓ ફાઈનાન્સના શેરોમાં સારો નફો જોવા મળ્યો છે. બીજી બાજુ, બજાજ ઓટો, ટાઈટન કંપની, ડો. રેડ્ડીસ લેબ અને ઈન્ફોસિસના શેરોમાં મંદીનું દબાણ જોવા મળ્યું છે.
સોના-ચાંદીમાં ભારે તેજી:
કિંમતી ધાતુઓના બજારમાં આજે તેજીનો માહોલ યથાવત રહ્યો છે. સોનાના ભાવમાં પ્રતિ દશ ગ્રામે ₹745 નો વધારો થવાથી ભાવ સીધા ₹1 લાખ 43 હજાર ને પાર પહોંચી ગયા છે. ચાંદીમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે. ચાંદી ₹2411 ના શાનદાર ભાવ વધારા સાથે ₹2 લાખ 19 હજાર ના સ્તરે પહોંચી ગઈ છે.
ક્રૂડ ઓઈલના ભાવ:
અમેરિકા અને ઈરાન વચ્ચે સર્જાયેલી અસમંજસ અને ભૌગોલિક તણાવની સ્થિતિને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો પર અસર પડી છે, જેના પગલે ક્રૂડ ઓઈલ વધીને 81.32 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે.
