શેરબજારમાં રોકાણકારો ધોવાયા, સેન્સેક્સ 0.43% અને નિફ્ટીમાં 0.42% નો આવ્યો ઘટાડો
Live TV
-
નિફ્ટી સ્મોલકેપમાં 183.85 પોઇન્ટનો ઘટાડો આવ્યો
આજરોજ ભારતીય શેરબજાર લાલ નિશાનમાં ખુલ્યું હતું. શરૂઆતી કારોબારમાં આઈટી શેરોમાં સૌથી વધારે અસંતુલિત સપાટી જોવા મળી હતી. તો નિફ્ટી આઈટીમાં 2 ટકાથી વધુનો ઘટાડો થયો છે. સવારે 9.51 વાગ્યાની આસપાસ સેન્સેક્સ 333.13 પોઈન્ટ્સ અથવા 0.43 ટકા ઘટીને 77,247.18 પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 98.70 પોઈન્ટ્સ અથવા 0.42 ટકા ઘટીને 23,434.00 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
નિફ્ટી સ્મોલકેપમાં 183.85 પોઇન્ટનો ઘટાડો આવ્યો
જોકે છેલ્લા એક સપ્તાહથી ભારતીય નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર 572 શેર લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે 1,794 શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. નિફ્ટી બેંક 21.25 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સમાં 212.65 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો. નિફ્ટી સ્મોલકેપમાં 183.85 પોઇન્ટનો ઘટાડો આવ્યો છે.
આ શેરમાં આજરોજ વધારો જોવા મળ્યો
ત્યારે આજરોજ ભારતીય શેરબજારમાં HDFC Bank, બજાજ ફાઇનાન્સ, ટાટા સ્ટીલ, એશિયન પેઇન્ટ્સ, L&T, સન ફાર્મા, અદાણી પોર્ટ્સ, M&M અને JAW સ્ટીલ સેન્સેક્સ પેકમાં ટોપ ગેઇનર્સ છે. તો બીજી તરફ ઇન્ફોસિસ, HCL ટેક, ટેક મહિન્દ્રા, TCS, NTPC, એક્સિસ બેન્ક અને ટાટા મોટર્સ ટોપ ગેઇનર્સ રહ્યા છે.