શેરબજારમાં રોકાણ કરતા પહેલા આ અહેવાલ એકવાર અચૂક વાંચી લેવો, થશે બહોળો ફાયદો
Live TV
-
એમસીએક્સ ખાતે સોનું પ્રતિ 10 ગ્રામ ઘટીને રૂપિયા 71,050 થયું હતું
બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી ઇન્ડેક્સ 9 મેના રોજ ફ્લેટ નોટ પર ખુલે તેવી શક્યતા છે. 30 શેરોનો સેન્સેક્સ 529 પોઈન્ટસના કડાકા સાથે 72,965 ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી ઈન્ડેક્સ 150 પોઈન્ટસ ઘટીને 22,152 પર ક્વોટ થયો હતો.
આઈટી અને એફએમસીજી શેરોમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો. ઈન્ટ્રા-ડેમાં એમએન્ડએમ, તાતા મોટર્સ, ટાઈટન કંપની, મારૂતિ, હિન્દુસ્તાન યુનિલિવર, એચસીએલમાં વૃદ્ધિ જોવા મળી હતી, જ્યારે એલએન્ડટી, જેએસડબ્લ્યુ સ્ટીલ, ટીસીએસ અને વિપ્રોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજ દર યથાવત રાખશે એવી અપેક્ષાને પગલે અઅક્ષય તૃતીયા પૂર્વે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. એમસીએક્સ ખાતે સોનું પ્રતિ 10 ગ્રામ ઘટીને રૂપિયા 71,050 થયું હતું. બીજી બાજુ ફોરેક્સ માર્કેટમાં જોઈએ તો ડોલર સામે રૂપિયો શરૂઆતના વેપારમાં પાંચ પૈસાની નરમાઈ સાથે 83.47 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
GIFT નિફ્ટી 4 પોઇન્ટના નજીવા વધારા સાથે બજાર માટે ધીમી શરૂઆતનો સંકેત આપી રહ્યો છે. છેલ્લા ટ્રેડિંગ દિવસની વાત કરીએ તો 8 મેના રોજ સેન્સેક્સ અને નિફ્ટી ઈન્ડેક્સ ફ્લેટ બંધ થયા હતા. ચૂંટણી પરિણામોની અનિશ્ચિતતા અને કોર્પોરેટ પરિણામોમાં નબળાઈના કારણે બજારને અસર થઈ હતી.
જોકે, BSE સ્મોલકેપ 0.5 ટકા વધવા સાથે મિડ-કેપ્સે સ્થિતિસ્થાપકતા દર્શાવી હતી. તે જ સમયે, બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 0.8 ટકાના વધારા સાથે બંધ થયા છે. મિડ-કેપ ઇન્ડેક્સ પાછલા દિવસના લગભગ 2 ટકાના નુકસાનથી રિકવરી કરતો દેખાય છે. 8 મેના ટ્રેડિંગ સેશનના અંતે સેન્સેક્સ 45 પોઈન્ટ અથવા 1 ટકાના ઘટાડા સાથે 73,466.39 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 50 ઈન્ડેક્સ 4.50 પોઈન્ટ ઉછળ્યો હતો.
