શેરમાર્કેટમાં સપ્તાહના અંતિમ સત્રમાં જોવા મળી તેજી
Live TV
-
BSE સૂચકાંક 1046 પોઇન્ટ વધ્યો,NSE નિફ્ટીમાં પણ 319 અંકનો વધારો થયો
ભારતીય શેર બજાર કારોબારી અઠવાડિયાના છેલ્લા દિવસે ગ્રીન ઝોનમાં બંધ થયું. શેરમાર્કેટમાં સપ્તાહના અંતિમ સત્રમાં તેજી જોવા મળી.બોમ્બે સ્ટોક એક્સચેન્જનો BSE સૂચકાંક 1046 પોઇન્ટ વધીને 82, 408ની સપાટીએ બંધ થયો. તો NsE નિફ્ટી પણ 319 અંકના વધારા સાથે 25 ,112ની સપાટીએ બંધ રહ્યો. મેટલ, પીએસયુ બેંક, રિયલ્ટી, પાવર, ટેલિકોમ, કેપિટલ ગુડ્સના શેરમાં 1-2 ટકાનો ઉછાળો જોવા મળ્યો.નિફ્ટીમાં જિયો ફાઇનાન્શિયલ, એમ એન્ડ એમ, ભારતી એરટેલ, ભારત ઇલેક્ટ્રોનિક્સના શેરમાં વધારો નોંધાયો.સોનાના ભાવ 534 રૂપિયા ઘટીને 98,795 રૂપિયા થયો. તેમજ ચાંદીનો ભાવ 921 રૂપિયા ઘટીને 100472 રૂપિયા થયો. તેમજ ભારતીય રૂપિયો ૧૪ પૈસા વધીને ૮૬.૫૯ પ્રતિ ડોલર પર બંધ થયો હતો.
