સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર લાલ રંગે ખુલ્યું, સેન્સેક્સ 248 પોઈન્ટ તૂટ્યો
Live TV
-
નિફ્ટીના 50 શેરોમાંથી 34 શેરોમાં ઘટાડો અને 16 શેરો તેજીમાં
સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસે સોમવારે શેરબજારની શરૂઆત લાલ નિશાન પર થઈ હતી. શરૂઆતના કારોબારમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ 247.51 પોઈન્ટના ઘટાડા સાથે 79,555.28 પર ટ્રેડ કરી રહ્યો છે. જોકે, નેશનલ સ્ટોક એક્સચેન્જ NSE નો નિફ્ટી 20.65 પોઈન્ટના વધારા સાથે 24,151.75 ના સ્તર પર ટ્રેન્ડ કરી રહ્યો છે.
નિફ્ટીના 50 શેરોમાંથી 34 શેરોમાં ઘટાડો અને 16 શેરો તેજીમાં
સેન્સેક્સના 30 શેરોમાંથી 15 શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે 15 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એ જ રીતે નિફ્ટીના 50 શેરોમાંથી 34 શેરોમાં ઘટાડો અને 16 શેરો તેજીમાં છે. તો શરૂઆતના ટ્રેડિંગમાં NSE સેક્ટરલ ઇન્ડેક્સના FMCG, બેન્કિંગ, IT અને રિયલ્ટી સેક્ટરમાં મહત્તમ વેચવાલી જોવા મળી રહી છે. નિષ્ણાતો માને છે કે વિદેશી મૂડીના સતત ઉપાડથી સ્થાનિક શેરબજારના સેન્ટિમેન્ટને અસર થઈ છે.
માર્કેટમાં જાપાન 0.031 ટકા અને કોરિયા 0.041 ટકા ઉપર
એશિયન માર્કેટમાં જાપાન 0.031 ટકા અને કોરિયા 0.041 ટકા ઉપર છે. આ સિવાય ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ પણ 0.81 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. નોંધનીય છે કે આ પહેલા શુક્રવાર 29 નવેમ્બરે BSE સેન્સેક્સ 759 પોઈન્ટના વધારા સાથે 79,802 ના સ્તર પર બંધ થયો હતો. તે જ સમયે, નિફ્ટી 216 પોઈન્ટના વધારા સાથે 24,131 ના સ્તર પર બંધ થયો હતો.