Skip to main content
Settings Settings for Dark

સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સમા કડાકો, 58,465.89 પોઈન્ટ પર બંધ

Live TV

X
  • ભારતીય શેરબજારમાં સપ્તાહનો પ્રથમ દિવસ નિરાશાનજનક સાબિત થયો છે. શેરબજારમાં સેન્સેક્સ 1,170 પોઈન્ટના કડાકા સાથે બંધ રહ્યું. યુરોપમાં વધી રહેલા કોરોનાના કેસ અને ઓસ્ટ્રિયામાં લૉકડાઉન લાગવાના કારણે વૈશ્વિક બજારમાં સૂચક આંક સતત ઘટ્યો હતો. શેરબજારમાં તેની અસર થઈ અને મોટાભાગના શેરોમાં ભારે વેચવાલીના પગલે સેન્સેક્સ શરૂઆતના ટ્રેન્ડમાં 1,400 કરતા વધુ પોઈન્ટથી ગગડ્યો હતો. દિવસના અંતે BSEનો સેન્સેક્સ 1,170 પોઈન્ટના કડાકા સાથે 58,466 પોઈન્ટ પર બંધ રહ્યુ હતું. NSEમાં નિફ્ટી 348 અંકના ઘટાડા સાથે 17,416 પોઈન્ટ પર બંધ રહ્યુ હતું. PayTmના શેર વધુ તૂટ્યા હતા તો રિલાયન્સ, બજાજ ફાયનાન્સનાલ શેર્સમાં ઘટાડો જોવા મળ્યો છે. ભારતી એરટેલ અને ITCના શેર્સમાં તેજી જોવા મળી હતી.  
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply