સિરામીક ઉદ્યોગમાં કોલગેસમાં વપરાશ પર પ્રતિબંધ
Live TV
-
મોરબીમાં ધમધમતા સિરામીક ઊદ્યોગ માં વપરાશમાં લેવામાં આવતા કોલગેસ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો
મોરબીમાં ધમધમતા સિરામીક ઊદ્યોગ માં વપરાશમાં લેવામાં આવતા કોલગેસ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. મોરબીના ૬૦૮ સિરામિક એકમોને જીપીસીબી ઓફીસ દ્વારા નોટીસ પાઠવવામાં આવી હતી. કમિટી દ્વારા સિરામિક ઝોનમાં સર્વે કરવામાં આવતા કોલગેસ થી થતા પ્રદુષણની માત્રા વધારે નોંધાઈ છે. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્રદુષણની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોલગેસના વપરાશ બદલ ૬૦૮ સિરામિક એકમોને, પ્રતિદિન ૫૦૦૦ રૂપિયા લેખે દંડ ફટકારવાની નોટીસો મોકલવામાં આવી છે.