સેન્સેક્સ 776 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 24000ની નજીક
Live TV
-
શેરબજારમાં આજે એટલે કે 27 જુલાઈના રોજ વધારો જોવા મળ્યો. સેન્સેક્સ 776 પોઈન્ટના વધારા સાથે 76,836 પર બંધ થયો. નિફ્ટીમાં પણ 229 પોઈન્ટનો વધારો રહ્યો, તે 23,996 પર બંધ થયો. ઓટો, રિયલ્ટી, IT અને મીડિયા શેરોમાં વધુ ખરીદી જોવા મળી.
93 ડોલર પર આવ્યું ક્રૂડ ઓઇલ
બ્રેન્ટ ક્રૂડના ભાવમાં આજે લગભગ 4%નો ઘટાડો છે. તે આજે 93 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયું છે. અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચે તણાવ ઘટવાને કારણે ભાવમાં ઘટાડો થયો છે.
જોકે, નિષ્ણાતોનું માનવું છે કે જો અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ફરી તણાવ વધશે, તો તેલની કિંમતો 120 ડોલર પ્રતિ બેરલ સુધી જઈ શકે છે. તેની અસર ભારતમાં પેટ્રોલ-ડીઝલ પર જોવા મળી શકે છે.
