National : ભારતનું વિદેશી અનામત ભંડોળ 94.3 કરોડ અમેરીકી ડોલરના વધારા સાથે 462.16 અબજ અમેરીકી ડોલરે પહોંચ્યું
Live TV
-
દેશનું વિદેશી અનામત ભંડોળ 94.3 કરોડ અમેરીકી ડોલરના વધારા સાથે 462.16 અબજ અમેરીકી ડોલરે પહોંચ્યું છે.17 જાન્યુઆરીએ પુરા થયેલા અઠવાડિયામાં આ અનામત ભંડોળ અત્યાર સુધીનું સૌથી વધુ છે. અનામત ભંડોળમાં વધારો મુખ્યત્વે વિદેશી ચલણ આશરે 86.70 કરોડ અમેરીકી ડોલર વધીને 428.45 અબજ અમેરીકી ડોલર થવાના કારણે છે.આ અઠવાડિયા દરમિયાન સોનાનું અનામત ભંડોળ 7 કરોડ ડોલર વધીને 28.56 અબજ અમેરીકી ડોલર થયું છે.આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળમાં દેશનું અનામત ભંડોળ 3 કરોડ અમેરીકી ડોલરના વધારા સાથે 3.70 અબજ ડોલર થયું છે.
