WhatsAppનો દુરુપયોગ થશે તો થશે કાર્યવાહી, Metaએ 79 લાખથી વધુ એકાઉન્ટ પર મૂક્યો પ્રતિબંધ
Live TV
-
મેટા-માલિકી ધરાવતી WhatsAppએ જણાવ્યું હતું કે તેણે માર્ચમાં ભારતમાં 79 લાખથી વધુ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ કાર્યવાહી 1 થી 31 માર્ચની વચ્ચે કરવામાં આવી છે. દરમિયાન, મેસેજિંગ પ્લેટફોર્મને માર્ચમાં દેશભરમાંથી 12,782 ફરિયાદના અહેવાલો મળ્યા હતા અને તેમાંથી 11 પર કાર્યવાહી કરી હતી. અગાઉ, કંપનીએ 1 થી 29 ફેબ્રુઆરીની વચ્ચે 76 લાખ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. આમાંથી 14 લાખથી વધુ એકાઉન્ટ યુઝર્સ તરફથી કોઈ રિપોર્ટ આવે તે પહેલા જ પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. ભારતમાં મેસેજિંગ પ્લેટફોર્મના 500 મિલિયનથી વધુ યુઝર્સ છે.
કંપનીએ આપેલી માહિતી અનુસાર, કોઈ પણ એકાઉન્ટની ફરિયાદના આધારે કાર્યવાહીના પરિણામસ્વરૂપે ખાતા પર પ્રતિબંધ લાગુ કરવામાં આવે છે. WhatsAppને માર્ચમાં રેકોર્ડ 12,782 ફરિયાદ અહેવાલો મળ્યા હતા કંપનીએ કહ્યું છે કે યુઝર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમે એન્જિનિયરો, ડેટા સાયન્ટિસ્ટ, વિશ્લેષકો, સંશોધકો અને કાયદા અમલીકરણ, ઑનલાઈન સુરક્ષા વગેરેમાં નિષ્ણાતોની એક ટીમ બનાવી છે. કંપનીએ કહ્યું કે અમે પ્રાપ્ત થયેલી તમામ ફરિયાદોનો જવાબ આપીએ છીએ સિવાય કે એવા કિસ્સાઓ જ્યાં ફરિયાદને પાછલા કેસની પુનરાવર્તન ગણવામાં આવે છે. આ ઉપરાંત, 29 ફેબ્રુઆરી સુધી કંપનીએ 7,628,000 એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમાંથી લગભગ 1,424,000 એકાઉન્ટ્સ સક્રિયપણે પ્રતિબંધિત હતા.
