Skip to main content
Settings Settings for Dark

WhatsApp પર હવે મેસેજ મોકલવા માટે લાગશે ચાર્જ !

Live TV

X
  • 1 ઓક્ટોબરથી વોટ્સએપ બિઝનેસ પ્લેટફોર્મ પર કંપનીઓ તરફથી ગ્રાહકોને મોકલવામાં આવતા મેસેજ પર ચાર્જ લાગશે. હાલમાં ગ્રાહકના પૂછપરછવાળા મેસેજ પછી 24 કલાક સુધી કંપનીઓ મફતમાં જવાબ મોકલી શકે છે.

    હવે આ સમયગાળામાં મોકલવામાં આવતા દરેક સેવા મેસેજ પર અલગથી ચાર્જ લાગશે. ઓર્ડરની પુષ્ટિ અને ડિલિવરી અપડેટ જેવા મેસેજઓ પણ મફત રહેશે નહીં. દરેક બિઝનેસ નંબરને મહિનામાં પ્રથમ 1,000 સર્વિસ મેસેજ મફતમાં મળશે. ત્યારબાદ કર્મચારી અથવા ચેટબોટ દ્વારા મોકલવામાં આવતા દરેક મેસેજ પર ચાર્જ લાગશે.

    ગ્રાહક તરફથી કંપનીને મોકલવામાં આવતા મેસેજ પર કોઈ ચાર્જ લાગશે નહીં. સામાન્ય વોટ્સએપ અને નાના વ્યવસાયો માટે બનાવવામાં આવેલી મફત વોટ્સએપ બિઝનેસ એપ પર આ નિયમ લાગુ નહીં થાય.

    કંપનીઓએ 30 સપ્ટેમ્બર સુધીમાં પોતાના અકાઉન્ટમાં ચુકવણીની રીત ઉમેરવી પડશે. આમ નહીં કરવામાં આવે તો 1 ઓક્ટોબરથી તેમના સર્વિસ મેસેજની ડિલિવરી અટકાવી દેવામાં આવશે.

    1 ઓક્ટોબર 2026થી કંપનીઓ દ્વારા વોટ્સએપ બિઝનેસ પર મોકલવામાં આવતા કેટલાક સર્વિસ મેસેજ પેઇડ થઈ જશે. એટલે કે કંપનીઓએ આવા મેસેજ મોકલવા માટે વોટ્સએપની પેરેન્ટ કંપની મેટાને ફી ચૂકવવી પડશે.

    જ્યારે કોઈ ગ્રાહક કંપની સાથે વોટ્સએપ પર વાતચીત કરે છે અને કંપની તરફથી તેને કસ્ટમર સર્વિસ કર્મચારી અથવા થર્ડ પાર્ટી AI સિસ્ટમ જવાબ આપે છે, ત્યારે તેને સર્વિસ મેસેજ કહેવામાં આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-10-2026 Max Temp : °C Min Temp : °C
apply