Submitted by developer on
1....ક્ન્ફીડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ ની વાર્ષિક બેઠકમાં આજે પ્રધાનમંત્રી, નરેન્દ્ર મોદી કરશે સંબોધન. 'ઇન્ડિયા એટ 75 ગર્વમેન્ટ એન્ડ બિઝનેસ વર્કિગ ટુ ગેધર ફોર. આત્મનિર્ભર ભારત' વિષય પર પ્રધાનમંત્રી વ્યક્ત કરશે પોતાના વિચારો. તો સ્વ-સહાયતા સમુહો સાથે જોડાયેલ આત્મનિર્ભર મહિલાઓ સાથે પણ કરશે ચર્ચા.
2.... લોકસભાની કાર્યવાહી અનિશ્ચિતકાળ સુધી સ્થગિત.. વારંવાર વિપક્ષના વિક્ષેપના કારણે લોકસભામાં થયુ માત્ર 22 ટકા જ કામ. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું, અપેક્ષાને અનુરુપ ન ચાલી સંસદની કાર્યવાહી. મોનસૂન સત્ર દરમિયાન ઓ.બી.સી. અનામત સહિત 20 બિલ કરાયા પાસ.
3... રાજ્યસભામાં વિપક્ષના હોબાળાને જોતા સભાપતિ એમ. વેકૈંયા નાયડુ થયા ભાવુક. વિપક્ષના વલણને ગણાવ્યું શરમજનક..કહ્યું, વિપક્ષ ભુલ્યો સંસદીય મર્યાદા. જેથી સદનની કાર્યવાહીમાં પડ્યો વિક્ષેપ.આજે રાજ્યસભામાં નિર્મલા સિતારમણ, સાધારણ વિમા કારોબાર -રાષ્ટ્રીયકરણ સંશોધન વિધેયક કરશે રજૂ.
4...ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયાએ કો-વેક્સિન અને કોવિશીલ્ડ વેક્સિનના મિક્સ ડોઝ પર સ્ટડી માટે આપી મંજૂરી. વેલ્લોરના ક્રિશ્ચિયન મેડિકલ કોલેજને સોંપાઇ સ્ટડી અને ક્લીનિકલ ટ્રાયલની જવાબદારી. 300 લોકો લેશે ભાગ.
5....140 દિવસ બાદ દેશમાં કોરોનાના એક્ટિવ કેસમાં ધરખમ ઘટાડો. 24 કલાકમાં નોંધાયા 38 હજાર 353 કેસ. કેરળમાં સૌથી વધુ નવા 21 હજાર કેસ. ઉત્તર પ્રદેશમાં લોકડાઉન સંપૂર્ણ રીતે થયું સમાપ્ત. તો અત્યાર સુધીમાં દેશમાં 51 કરોડથી વધારે લોકોનું થયું રસીકરણ... ગુજરાતમાં ગઇકાલે 5 લાખ લોકોને અપાઇ વેક્સીન..
6....ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળી કેબિનેટની બેઠક... વરસાદ ખેંચાતા ,પાણીની સ્થિતિ, ઓફલાઇન શિક્ષણ, વેક્સીનેશન, પાંચ વર્ષના કાર્યકાળની ઉજવણી, પર થઇ ચર્ચા... તો ૧૫ ઓગસ્ટ બાદ ઓફલાઈન શિક્ષણ અંગે લેવાશે નિર્ણય...
7....રાજ્યમાં ફરીથી સક્રિય થયું ચોમાસું... 17 થી 21 તારીખની વચ્ચે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં વરસાદની સંભાવના.. તો આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં રહેશે છુટોછવાયો વરસાદ અને વાદળછાયુ વાતાવરણ..
8.. આજે મોરબીની ગોઝારી મચ્છુ હોનારતના 42 વર્ષ... જળ હોનારતની સ્મૃતિમાં મૌન રેલી અને 21 સાયરન વગાડી મૃતકોને અપાઇ શ્રદ્ધાંજલિ...હતું ન હતું થઇ ગયેલું મોરબી આજે તમામ ક્ષેત્રે ભરી રહ્યું છે હરણફાળ....
9...બે દિવસના ઉછાળા બાદ આજે ભારતીય શેર બજારમાં ઘટાડો... સવારે સામાન્ય ઉછાળા સાથે ખુલેલો BSEનો સેંસેક્સ દિવસના અંતે 29 પોઇન્ટના ઘટાડા સાથે 54 હજાર 526 પર તો NSEનો નિફ્ટી 2 પોઇન્ટના વધારા સાથે 16 હજાર 282 પર રહ્યો બંધ.. આજે મેટલ અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટર્સમાં જોવા મળ્યો ઉછાળો..