Submitted by ddnews on
1. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાજ્ય અને રાષ્ટ્રના શાસનના 19 વર્ષ પૂર્ણ. દેશભરમાં અને રાજ્યમાં ભાજપ દ્વારા ઉજવણી. ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી વર્ચ્યુઅલ રેલીને કરશે સંબોધન. રા્જયના તમામ જીલ્લાઓમાં પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવેલા અભૂતપૂર્વ કાર્યોને કરાશે પ્રસ્તુત. સમર્પણના 20 વર્ષની ઉજવણીના પ્રસંગે ગ્રામ્ય વિસ્તારોમાં યોજાશે ભાજપ દ્વારા ખાટલા બેઠક.
2. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખ્યો વન્યજીવ સપ્તાહની ઉજવણી અંગે પત્ર. તમામ જીવોના સંરક્ષણ અને સંવર્ધન તેમજ અસ્તિત્વ માટે ભારત પ્રતિબધ્ધ. વન્યજીવન સપ્તાહની ઉજવણી દર્શાવે છે, દેશની વન્યજીવો પ્રત્યેની કટિબધ્ધતા.
3. આગામી બિહાર વિધાનસભા ચૂંટણીને લઈ એન.ડી.એ. એ સીટની વહેંચણીનું કર્યુ એલાન- જે.ડી.યુ. 122 સીટ પર જ્યારે બી.જે.પી. 121 સીટો પર લડશે ચૂંટણી- નીતીશકુમારે જણાવ્યું,122 સીટો પૈકીની 7 સીટો જીતન માંઝીને ફાળવવામાં આવી.
4. ક્વાડની બેઠકમાં ઉપસ્થિત રહ્યા, વિદેશમંત્રી ડો. એસ.જયશંકર-હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં, સ્થિરતા આંતર રાષ્ટ્રીય કાયદા પ્રમાણે વિવાદોનો ઉકેલ લાવવા જેવા મુદ્દાઓ પર મુકાયો ભાર- બીજી તરફ અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયો સાથે દ્વિપક્ષિય મુલાકાત કરી- વિદેશ મંત્રીએ આંતરરાષ્ટ્રીય અને ક્ષેત્રીય મુદ્દાઓ પર ભારત અને અમેરિકા વચ્ચે પરસ્પર સહયોગની કરી વાત.